રિલ બનાવનાર બૂટલેગર સામે નવા કાયદા મુજબ ગુના નોંધાયા

અમદાવાદ, ધંધા દો નંબર કા કરને કા ચાહે ગાડી પકડાઈ ગી તો થાને મેં કેસ બનેગા ઔર ગાડી નિકલ ગઈ ઓર જેબમે પૈસા હોગા તો ગાડી નીકલ જાયેગી ઔર એશ કરેંગે હિન્દી ડાયલોગ સાથે રીલ બનાવી પોલીસને પડકાર ફેંકનારને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો હતો. આ રીલ હાથમાં સિગારેટ રાખી પીતા અને આજુબાજુમા દારુ _ બિયરની પેટીઓના દ્રશ્યો બતાવી બનાવામાં આવી હતી. જાેકે આ રીલ પાંચ થી છ દિવસ અગાઉ રાજસ્થાન જઈ અજમેરમા દારૂના અડ્ડા પર બનાવી હોવાનો પ્રાથમીક તપાસમા ખુલાસો થયો હતો. પકડાયેલ આરોપી અશરફ સામે અગાઉ પ્રોહિબીશન સહિત ૨૦ થી વધુ ગુના નોંધાયા હોવાનું પણ ખુલ્યું હતું.  ધંધા દો નંબર કા કરને કા ચાહે ગાડી પકડાઈ ગી તો થાને મેં કેસ બનેગા ઔર ગાડી નિકલ ગઈ ઓર જેબમે પૈસા હોગા તો ગાડી નીકલ જાયેગી ઔર એશ કરેંગે હિન્દી ડાયલોગ સાથે અશરફ નામના ગુનેગારએ રીલ બનાવી હતી. આ પોલીસને પડકાર ફેંકતિ રીલ શોસીયલ મિડીયામા વાયરલ થઇ હતી. જેને લઈ ક્રાઈમ બ્રાંચે વધુ હાથ ધરી હતી. રીલ બનાવનાર અશરફ એક ગુનામાં તડીપાર હતો જેને ગોમતીપુર વિસ્તારમાંથી ઝડપી પાડયો હતો. આ અંગે નવા કાયદા મુજબ તડીપાર હોવા છતાં અહીંયા હતો તે મામલે અને બીજાે ગુનો વીડિયો દ્વારા ખોટો મેસેજ ફરતો કરવા બદલ ગુનો નોંધાયો હતો. તેમજ પકડાયેલ આરોપી અશરફને વધુ તપાસ અર્થે ગોમતીપુર પોલીસને સોંપ્યો હતો. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં રીલ વાયરલ કરીને અમદાવાદ પોલીસની આબરૂના ધજાગરા કરી દીધા હતા. મોટી મોટી તપાસ એજન્સીઓ પણ જાણે કે બુટલેગર અને ઘાતક હથિયારો સાથે જાહેરમાં સેલિબ્રેશન કરતા શખ્સો આગળ નતમસ્તક થઈ ગઈ હોય તેવી વાતો વહેતી થઇ હતી.બીજી તરફ જમાલપુર વિસ્તારમાં શખ્સોએ સરેઆમ જાહેરમાં તલવારથી કેક કાપી હતી તેના કારણે લોકોમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો. અમદાવાદ શહેર પોલીસ શાંતિ અને સલામતીની મોટી મોટી વાતો કરી રહી છે પણ આવા તત્વો પોલીસના ગાલ ઉપર તમાચો મારી રહ્યા હોય તેવું લાગ્યું હતું. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution