મુંબઇ
બૉલીવુડ જગતમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. જાણીતા પટકથા લેખક, સંવાદ લેખક અને નિર્દેશક સાગર સરહદીએ આ દુનિયાને અલવિદા કહ્યું છે. સાગર સરહદીની ગણના ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં જાણીતા લેખક તરીકે થતી હતી. સાગર સરહદીના નિધનના સમાચાર સામે આવ્યા બાદ બૉલીવુડ સિતારાઓએ સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કરી દીધું હતું. સાગર સરહદીએ કભી-કભી, ચાંદની અને સિલસિલા જેવી સુપરહિટ ફિલ્મ માટે જાણીતા છે.
જણાવી દઈએ કે, સાગર ઘણા લાંબા સમયથી બીમાર હતા અને છેલ્લા દિવસોમાં તેને ખાવા-પીવાનું છોડી દીધું હતું. સાગરએ 88 વર્ષની ઉંમરમાં મુંબઈ સ્થિત તેના નિવાસ સ્થાનએ ગત રાતે અંતિમ શ્વાસ લીધા હતા,. આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
નોંધપાત્ર વાત એ છે કે સાગરનું નામ એવા સીતારાઓમાં સામેલ હતું જેણે પોતાને માટે એક અલગ જગ્યા બનાવી. યશ ચોપરાની ફિલ્મ કભી કભીથી સાગરને મોટું નામ મળ્યું હતું. આ ફિલ્મમાં રેખા અને અમિતાભ બચ્ચન એક સાથે જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે, સાગરે, નૂરી, સિલસિલા, ચાંદની, રંગ, જિંદગી, કર્મયોગી, કહો ના પ્યાર હૈ, વ્યપર, બજાર અને ચોસર સહિતની અનેક હિટ ફિલ્મો માટે સ્ક્રિપ્ટો લખી હતી.
સાગર સરહદીનો જન્મ 11 મે 1933 ના રોજ બાફા પાકિસ્તાનમાં થયો હતો. તેમણે પોતાનું ગામ એબોટાબાદ છોડી દીધું અને પહેલા દિલ્હીના કિંગ્સવે કેમ્પ અને ત્યારબાદ મુંબઈનું પછાત વિસ્તારમાં રહેતા હતા. આ પછી તેણે સખત મહેનતના આધારે ફિલ્મોમાં પોતાની કરિયર બનાવી.