નોરા ફતેહીનુ હિન્દી સોન્ગ દિલબર બહુજ જબરદસ્ત હિટ થયુ હતુ, નોરા ફતેહીની દિવાનગી તેના ફેન્સમાં એટલી બધી વધી ગઇ કે ઇન્સ્ટાગ્રામ પર તેના 15 મિલિયન ફોલોઅર્સ થઇ ગયા છે. ડાન્સિંગ સેન્સેશન અને અભિનેત્રી નોરા ફતેહીના ઇન્સ્ટાગ્રામ પર 1.5 કરોડથી વધારે ફોલોઅર્સ થઇ ગયા છે, નોરાએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પૉસ્ટ કરી, તસવીરમાં તે દેસી અવતારમાં દેખાઇ રહી છે, તેને સાડીની સાથે નથણી પહેરીને આખો લુક બદલી નાંખ્યો છે.
તેને તસવીરના કેપ્શનમાં લખ્યું- મને નીચે નદીમાં મળો, જ્યાં આપણે દરેક તાલ પર ડાન્સ કરીશુ. જ્યાં સુધી તડકાથી પાણી સુકાઇ ના જાય. 15 મિલિયન.. હમણા ગયા મહિને જ અભિનેત્રીના ઇન્સ્ટાગ્રામ પર 1.4 કરોડ ફોલોઅર્સ પુરા થયા હતા. આ પ્રસંગે નોરા ફતેહીએ તે પળને મનાવતા માન્યુ હતુ કે, જિંદગી બદલાઇ ગઇ.
તે સમયે એક્ટ્રેસે લખ્યું હતુ,- આ થ્રૉ બેક વીડિયોની સાથે 1.4 કરોડ ફોલોઅર્સ થવાનો જશ્ન મનાવી રહી છું, જેને હંમેશા મારી જિંદગી બદલી નાંખી. મિસ ઇન્ડિયા એવોર્ડ બેગ્લુરુંમાં મે ઇમ્પ્રૉમેપ્ટૂ સોલો પરફોર્મ કર્યુ હતુ. જે ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થયુ હતુ, અને દિબલર સોન્ગમં પણ કામ કરવનો મોકો મળ્યો.
નોરા બૉલીવુડમાં સૌથી સારી ડાન્સર્સમાંની એક છે, તેને બાહુબલીઃ ધ બિગિનિંગથી મનોહરી, સત્યમેવ જયતેથી દિલબર બાટલા હાઉસથી ઓ સાકી સાકી, સ્ત્રીથી કમરિયા, સ્ટ્રીટ ડાન્સર 3ડીથી ગર્મી સોન્ગમાં ડાન્સ કરી ચૂકી છે.