રેલવે સ્ટેશનના કુલીઓને બેન્કર્સ ગ્રૂપે અનાજની કિટ, માસ્ક આપ્યાં

વડોદરા, તા.૨૭ 

બેન્કર્સ ગ્રૂપ ઓફ હોસ્પિટલ દ્વારા તેમની અને તેમના પરિવારોને મદદ કરવા વડોદરા રેલવે સ્ટેશન પરના કુલીઓને ૧૦૦ અનાજની કિટ તાથ રિયુઝેબલ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગત અઠવાડિયે રિક્ષાચાલકોને પણ બેન્કરર્સ ગ્રૂપ દ્વારા ૧૨૫ અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોનાની મુશ્કેલીના સમયમાં બેન્કર્સ ગ્રૂપ જનતાને મદદરૂપ થવા સતત પ્રવૃત્ત છે જેમાં શહેરના કોરોના વોરિયર્સ એવા નિષ્ઠાવાન તમામ પોલીસ કર્મચારીઓ તથા કોરોનામાં સતત ઝઝૂમતા મીડિયા કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું તથા રિફ્રેશમેન્ટ માટે ચા-બિસ્કિટ આપવામાં આવ્યા. વિસ્થાપિત મજૂરોને રપ૦૦થી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ એસ.એસ.જી. હોસ્પિટલના વોરિયર્સોને બિરદાવવામાં આવ્યા હતા. સર્વિસ સિનિયર સિટિઝનો માટે અને ટેલિમેડિસિન કન્સલ્ટેશન વિનામૂલ્યે શરૂ કરવામાં આવી છે તથા દવાઓની હોમ ડિલિવરી શરૂ કરાઈ છે. હાલમાં બેન્કર્સ ગ્રૂપ દ્વારા માઈલ્ડ સિમ્ફોમ્સ ધરાવતા અથવા હોમ ક્વોરન્ટાઈન થયેલા લોકો માટે ખૂબ જ વાજબી કિંમતે કોવિડ હોમ કેર પેકેજ શરૂ કરેલ છે. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution