નવીદિલ્હી,તા.૧૪
સિબિલ સ્કોર કે ક્રેડિટ સ્કોર જ એ જરૂરી વસ્તુ છે જે સારો હોવા પર ફટાફટ બેંક લોન અપ્રૂવ કરી દે છે પરંતુ જાે આ ખરાબ હોય તો પછી લોન મળવી મુશ્કેલ થઈ જાય છે. જાે તમને પણ લોન આપવામાં બેંક આનાકાની કરી રહી છે તો એક વખત પોતાના સિબિલ સ્કોરને જરૂર ચેક કરી લો.
મ્ટ્ઠહા ન્ર્ટ્ઠહ ઁિર્ષ્ઠીજજમાં ઝ્રૈહ્વૈઙ્મ જીર્ષ્ઠિી કે ક્રેડિટ સ્કોર મહત્વનો રોલ નિભાવે છે અને આ આંકડો જ તમારી લોન પાસ કરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. જાે આ બરાબર હોય તો પછી બેંક તમને લોન આપવામાં ટાઈમ નહીં બગાડે. અમે તમને જણાવી રહ્યા છીએ કે કેટલો સિબિલ સ્કોર યોગ્ય હોય છે અને તેને વધારે સારો કઈ રીતે બનાવી શકાય?
સિબિલ સ્કોર કે ક્રેડિટ સ્કોર જ એ જરૂરી વસ્તુ છે જે સારો હોવા પર ફટાફટ બેંક લોન અપ્રૂવ કરી દે છે પરંતુ જાે આ ખરાબ હોય તો પછી લોન મળવી મુશ્કેલ થઈ જાય છે. જાે તમને પણ લોન આપવામાં બેંક આનાકાની કરી રહી છે તો એક વખત પોતાના સિબિલ સ્કોરને જરૂર ચેક કરી લો. તમારો સિબિલ જેટલો વધારે હશે તેટલું જ સરળતાથી બેંક તમને લોન આપશે. ૭૦૦થી ઉપર સિબિલ સ્કોર સારી કેટેગરીમાં આવે છે.
હવે વાત કરીએ કે આખરે સિબિલ સ્કોર કેમ જરૂરી છે અને તેના દ્વારા બેંક લોન કેવી રીતે પ્રભાવિત થાય છે. તો જણાવી દઈએ કે હકીકતે આ આંકડા દ્વારા બેંક એ જાણકારી મેળવે છે કે લીધેલું દેવું ચુકવવામાં તમે સક્ષમ છો અને તેને પરત કરવામાં મોડુ નહીં કરો.
એટલે કે તમને દેવું આપવા માટે બેંકને ભરોસો આપનાર ફેક્ટર હોય છે. સામાન્ય રીતે બેંકની તરફથી નક્કી કરવામાં આવેલા માપદંડોને જાેઈએ તો કોઈ પણ વ્યક્તિનો ક્રેડિટ સ્કોર ૩૦૦થી ૯૦૦ પોઈન્ટસની વચ્ચે હોય છે અને ૭૦૦થી ઉપર સિબિલ સ્કોરને સારો માનવામાં આવે છે.
જાે તમારો ક્રિડેટ સ્કોર ખરાબ છે કે ૭૦૦ના ખૂબ જ નીચે છે તો તમને લોન મળવામાં મુશ્કેલી થઈ શકે છે. એવામાં ક્રિડેટ સ્કોર સારો રાખવો જરૂરી છે. તેની અમુક ટિપ્સ છે. જેને અપનાવીને તમે સરળતાથી લોન મેળવી શકો છો અને તેમાં પહેલું છે સમય પર પોતાની ઈસ્ૈં કે બાકી લોન ચુકવવી.
જાે તમે પહેલાથી કોઈ લોન, જેમકે હોમ લોન, પર્સનલ લોન કે ઓટો લોન લીધેલી હોવી જાેઈએ. ક્રેડિટ કાર્ડ પણ જાે લોન લીધી હોય તો તેની ચુકવણી સમયસર કરવી જરૂરી છે. તમને સિબિલ સ્કોરને બગડવા ન દેવો જાેઈએ. તેના માટે પોતાના સિબિલને બરાબર રાખવો સૌથી સારી રીત છે કે લોનની ઈએમઆઈનું પેમેન્ટ મોડુ ન કરો અને નક્કી સમય પર તેને ભરી દો.
ક્રેડિટ કાર્ડનો ક્રેઝ ખાસ વધ્યો છે અને લોકો માટે પોતાની જરૂરિયાત પુરી કરવા માટે આ એક મોટુ સાધન બની ગયું છે. જાેકે તેના ફાયદાની સાથે સાઈડઈફેક્ટ પણ ખૂબ વધારે છે. ઝ્રૈહ્વૈઙ્મ જીર્ષ્ઠિીને ધ્યાનમાં રાખીને તેની વાત કરીએ તો તમને પોતાની ક્રેડિટ લિમિટનો ઉપયોગ ખૂબ જ સાવધાનીથી કરવો જાેઈએ. બેંક દ્વારા આરવામાં આવતી ક્રેડિટ લિમિટનો પુરો ઉપયોગ ન કરો. પરંતુ ખૂબ મોટી જરૂર ન હોય તો લિમિટના ૩૦-૪૦ ટકાનો જ ઉપયોગ કરો.
પોતાનો સિબિલ સ્કોર સંભાળવા માટે સૌથી જરૂરી છે કે તમે એક સાથે વધારે લોન લેવાથી બચો. આ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે અને તેની અસર સીધી તમારા સિવિલ સ્કોર પર પડે છે.
મોટાભાગે જાેવામાં આવ્યું છે કે લોકો એક સાથે વધારે લોન લઈ લે છે અને પછી તેમના પેમેન્ટમાં મુશ્કેલી આવે છે. પરંતુ આમ કરવું તમારી ફાઈનાન્શિયલ હેલ્થ માટે યોગ્ય નથી. એવામાં પ્રયત્ન કરો કે જાે કોઈ નવી લોન લેવા માંગો છો તો પહેલા જુની લોનની ઈસ્ૈં સંપૂર્ણ રીતે ચુકવ્યા બાદ જ એપ્લાય કરો.
તમારો ક્રેડિટ રેટિંગ સુધારવા માટે તમે કોઈ મ્છદ્ગદ્ભ કે નાણાકીય સંસ્થાન પાસેથી તેટલી જ લોન લઈ શકો છો જેટલી તમે ચુકવી શકો. કારણ કે વધારે લોન લેવા પર ઈસ્ૈં વધારે આવશે અને તમને લોન ચુકવવામાં કોઈ મુશ્કેલી આવે તો તેની સીધી અસર તમારા સિબિલ સ્કોર પર થશે.
સિબિલ સ્કોર ખરાબ થાય તો નવી લોનમાં મુશ્કેલી આવશે. તેના ઉપરાંત નિયમિત રીતે પોતાના ક્રેડિટ રિપોર્ટની દેખરેખ પણ જરૂરી છે. તેનાથી તમને કોઈ પણ પ્રકારની કમીની ઓળખ કરવામાં મદદ મળી શકે છે. જેનાથી તમે યોગ્ય સમય પર ઉપયુક્ત સુધાર કરી શકો છો.