લંડનમાં 19 જુલાઇથી માસ્ક-સોશિયલ ડિસ્ટન્સના પ્રતિબંધ હટે તેવી શક્યતા

લંડન-

બ્રિટનના નાગરિકોને ટૂંક સમયમાં જ માસ્કથી છૂટકારો મળી શકે છે. કોરોના સંકટ કાળની વચ્ચે માસ્ક અને સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવું જરૂરી થઇ ગયું હતું. પરંતુ હવે વેક્સીનેશનને સ્પીડ મળવાથી ેંદ્ભમાં તેનાથી છૂટકારો મળવાનું નક્કી થઇ ગયું છે. બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જાેન્સને સોમવારના રોજ તેની જાહેરાત કરી.

બોરિસ જાેન્સનના મતે લોકોને કોરોના વાયરસની સાથે રહેવાનું શીખવું પડશે પરંતુ તેની સાથે જ પ્રતિબંધોને ઓછા કરવાની તરફ પણ આગળ વધી રહ્યા છે. ટૂંકમાં બ્રિટનના લોકોને ઇન્ડોર કે પબ્લિક પ્લેસમાં માસ્ક પહેરવાથી છૂટકારો મળશે. તો એક મીટરનું સોશિયલ ડિસ્ટેન્સિંગ રાખવાથી છૂટકારો મળશે.

બોરિસ જાેન્સને એલાન કર્યું કે ૧૯મી જુલાઇથી કાયદાકીય રીતે પ્રતિબંધો હટી શકે છે પરંતુ હવે તેને લોકોની ઉપર છોડી દેવાશે. એટલે કે જાે કોઇ વ્યક્તિ માસ્ક લગાવા ઇચ્છે છે અને સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવા માંગે છે તો તે કરી શકે છે. પરંતુ આમ ના કરાવ પર તેના પર કાયદાકીય એકશન લેવાશે. જાે કે હજુ તેનો અંતિમ ર્નિણય ૧૨મી જુલાઇના રોજ આવશે.

મહિનાઓ પછી બ્રિટનમાં લોકોને કોવિડના પ્રોટોકોલમાંથી છૂટકારો મળશે. આપને જણાવી દઇએ કે યુકેમાં કોરોનાના લીધે અંદાજે સવા લાખ લોકોના મોત થયા છે, લાખોની સંખ્યામાં કોરોનાના કેસ સામે આવ્યા હતા. કોરોનાની બીજી, ત્રીજી લહેર અને ડેલ્ટા વેરિઅન્ટની અસરે પણ યુકેમાં ખૂબ તબાહી મચાવી હતી. પરંતુ આ બધાને પાછળ છોડી હવે આ દેશ માસ્ક વગર જીવવાની તરફ આગળ વધી રહ્યા છે. આપને જણાવી દઇએ કે યુકેની અંદાજે અડધાથી વધુ વસતીને રસીના ડોઝ લાગી ચૂકયા છે. અંદાજે અડધી વસતીને રસીના ડોઝ અપાઇ ચૂકયા છે. અંદાજે આઠ કરોડ લોકોને રસીનો એક ડોઝ, ચાર કરોડ લોકોને રસીના બે ડોઝ અપાઇ ચૂકયા છે. આ જ કારણ છે કે હવે કોરોનાની અસર કેટલીક હદ સુધી ઘટી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution