PM મોદીને ડિવાઇડર ઇન ચીફ ગણાવનારા લેખકને અમેરિકાની નાગરિકતા મળી

વોશિંગ્ટન-

લોકસભાની ચૂંટણી પહેલા જાણીતા ટાઈમ મેગેઝિનમાં પીએમ મોદીને ડિવાઈડર ઈન ચીફ ગણાવતો લેખ લખનારા લેખક આતિશ તાસિરને અમેરિકાની નાગરિકતા મળી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, ભારતે આતિશનો ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયાનો દરજ્જો ખતમ કરી દીધો છે.દરમિયાન આતિશ તાસીરે કહ્ય્š હતુ કે, હું હવે એક અમેરિકન નાગરિક બની ગયો છુ અને શપથ ગ્રહણ સમારોહમાં અમેરિકાના નાગરિક તરીકે શપથ લીધા છે.એ પણ એક વર્ષથી ઓછા સમયમાં જ્યારે મોદી સરકારે મારી પાસેથી ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયાનો દરજ્જો પાછો લઈ લીધો હતો.

તાસીરે કહ્ય્š હતુ કે, અમેરિકા એક મહાન દેશ છે અને તેનો હિસ્સો બનવાની લાગણી બહુ અદભુત છે.મને આશા છે કે, નવેમ્બરમાં થનારી ચૂંટણીમાં પહેલી વખત હું મતદાન કરી શ.

આતિશ તાસીર આ લેખના કારણે ભારતમાં ચર્ચામાં આવ્યા હતા.મોદીને ડિવાઈડર ઈન ચીફની ઉપમા આપનારી સ્ટોરી લખવા બદલ આતિશની ભારે ટીકા થઈ હતી.પોતાના લેખમાં આતિશે મોદીની કરેલી ટીકાથી વિવાદ સર્જાયો હતો.લેખમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે, પીએમ મોદીએ હિન્દુ અને મુસ્લિમો વચ્ચે ભાઈચારાની ભાવના વધારવા કોઈ ઈચ્છા શક્તિ બતાવી નથી. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution