પરસોત્તમ રૂપાલાએ માંગેલી માફી એક રાજકીય તરકટ છે

રાજકોટ રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની પત્રકાર પરિષદ બાદ ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં દેવેન્દ્રસિંહ જાડેજા અને ભાર્ગવીબા ગોહિલે જણાવ્યું કે, રુપાલાએ આજે માંગેલી માફી રાજકીય તરકટ છે. રુપાલાને ક્યારે માફ કરવા તે અંગેનો ર્નિણય ક્ષત્રિય સંકલન સમિતિ કરશે. મતદારોને ખુશ કરવા માટે રુપાલાએ માફી માગી છે તેમ તેમણે કહ્યું હતું. રૂપાલા સામેના ક્ષત્રિય આંદોલનને હાલ અલ્પવિરામ લગાવ્યું છે. કોઈએ તેને પૂર્ણ વિરામ લગાવ્યું હોવાની માનવાની ભૂલ ના કરવી. રૂપાલાના શબ્દોએ ક્ષત્રિય સમાજની અસ્મિતા પર ઘા કર્યો છે. ક્ષત્રિયોને હિન્દુત્વ અને રામરાજ્ય બાબતે શિખવાડવાની કોઈએ પણ જરૂર નથી. આંદોલન અંગે સંકલન સમિતિની બેઠક યોજીને નક્કી કરાશે તેમ પણ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું કે, ક્ષત્રિય સમાજે સમગ્ર ગુજરાતમાં ૪૫ દિવસનું આંદોલન શિસ્તબદ્ધ રીતે કર્યું છે. ભાર્ગવીબા ગોહિલે જણાવ્યું કે, અમે અમારી માંગને સ્પષ્ટરીતે બધાની સામે મૂકી હતી. પરંતુ અમારી માંગને રાજકીય રીતે લઈ જવાનું કારણ શું હતું ? માઇક્રો પ્લાનિંગ અને બૌધિક્કતાથી લડત આપવામાં આવશે તેમ પણ તએઓ જણાવ્યું હતું.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution