ભરૂચ, તા.૨૦
જીલ્લા કલેક્ટરે ગણેશોત્સવમાં ૯ ફૂટ સુધીની મૂર્તીની સ્થાપના અંગે જાહેરનામું પ્રસિધ્ધ કર્યા બાદ તાજેતરમાં વધુ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી માત્ર ૨ ફૂટની મૂર્તિની સ્થાપના કરવા ઉપરાંત જાહેરમાં ગણેશ સ્થાપના સામે પ્રતિબંધ મૂકતા ગણેશ આયોજકોમાં રોષ છે.
શહેરના ગણેશ મંડળોએ આજરોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગણપતિ બાપ્પા મોર્યાના નાદ અને રામધૂન ગાઈ આવેદનની વિસંગતતાઓ દૂર કરવાની માંગ ઉઠાવી જીલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું.કોરોના મહામારીમાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે થોડા સમય પહેલા ગણેશોત્સવને ધ્યાનમાં રાખી જાહેરનામું પ્રસિધ્ધ કયંર્ુ હતું જેમાં ૯ ફૂટ સુધીની જ મૂર્તીની સ્થાપનાના નિર્દેશ કરાયા હતા. જોકે કોરોના મહામારી વધતા તંત્રએ તાજેતરમાં ફરી એક જાહેરનામું પ્રસિધ્ધ કરી ધાર્મિક અને સામાજીક ઉત્સવો સામે નિયંત્રણો મૂક્યા હતા. ખાસ કરીને ગણેશોત્સવમાં જાહેરમાં પંડાલ બાંધી ગણેશજીની સ્થાપના કરા સામે પ્રતિબંધ મૂકી ઘરમાં જ બે ફૂટ સુધીની પ્રતિમાનું સ્થાપન કરવાના નિર્દેશ કરાયા હતા. જેના પ્રત્યાઘાતો ગણેશોત્સવના આયોજકોમાં ઉભા થયા છે.