વડોદરા : વડોદરા શહેરના વિવિધ સ્મશાનોમાં કોરોનાના મૃતકોની અંતિમ વિધિ કરવાને માટે જગ્યાઓ ટૂંકી પડતી હોવાથી તેમજ બાંધી મુઠી અને જુઠ્ઠાણાઓનો પરદાફાશ થઇ જતો હોવાને લઈને હવે કોરોબાનના મૃતકોના આંકડાઓ છુપાવવાને માટે એને વડોદરા શહેરમાં સમાવિષ્ઠ કરવામાં આવેલા ગામોના સ્મશાનોમાં અંતિમક્રિયા કરવાનો નવો ખેલ ખેલવામાં આવી રહ્યો છે. જેને લઈને શહેરને અડીને આવેલા ઉંડેરા ગામના સ્મશાનમાં કોરોનાના મૃતકોની અંતિમ ક્રિયા કરવા સામે ગ્રામજનોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. ઉંડેરા ગામના સ્મશાનમાં કોરોનાના મૃતકોની અંતિમ ક્રિયા સામે વિરોધ પ્રદર્શિત કરવાના ભાગરૂપે ગ્રામજનો દ્વારા બંધ પાણીને સજ્જડ વિરોધ કરવામાં આવ્યો હતો.તેમજ તંત્ર સામે સૂત્રોચ્ચાર કરાયા હતા. આ અંગે ગ્રામજનોના જણાવ્યા અનુસાર તેમજ સામાજિક કાર્યકર જાેગેશ્વરી મહારાઉલજીએ જણાવ્યા મુજબ ઉંડેરા ગામના સ્મશાનમાં વડોદરા મહાનગર પાલિકાના સત્તાધીશો દ્વારા કોઈપણ પ્રકારની ગ્રામજનોને જાણ કર્યા સિવાય કોરોનાના મૃતદેહની અંતિમવિધિ કરવાને માટે મૃતકોના મૃતદેહોને લઈને આવતા ગામ લોકો દ્વારા સજ્જડ વિરોધ કરવામાં આવી રતહ્યો છે. વડોદરા મહાનગર પાલિકાના સત્તાધીશો દ્વારા ઉંડેરા ગામમાં સ્મશાનની બાજુમાં આવેલ મોટી રહીશોની વસાહતને ધ્યાનમાં લીધા સિવાય કોરોનાની ગાઈડ લાઈન વિરુદ્ધ કામ કરતા ગામ લોકોને સ્વ રક્ષણને માટે વિરોધ કરવાની ફરજ પડી છે. આ સ્મશાનમાં આવતા મૃતદેહોને લઈને આવનારાઓ દ્વારા કોઈપણ પ્રકારની પીપીઈ કીટ પહેરીકઆ વિના કોરોનાના મૃતદેહોનો નિકાલ કર્યા સિવાય લાશોને રઝડતી ફેંકી દેતા ગામમાં ભયનું વાતાવરણ સર્જાવા પામ્યું છે.ગ્રામજનો આને લઈને ભયભીત બન્યા છે.