અમેરિકન કોર્ટે ભારતની દિગ્ગજ it કંપનીને ૮૦૦ કરોડનો દંડ ફટકાર્યો


આ મામલે અમેરિકાની સાઉથ કેરોલિના કોર્ટમાં લગભગ ૩ વર્ષ કેસ ચાલ્યો છે. કંપનીનું કહેવું છે કે તે કોર્ટના ર્નિણય સાથે સહમત નથી અને ટૂંક સમયમાં આ ર્નિણયને ઉચ્ચ અદાલતમાં પડકારશે.અમેરિકન કોર્ટે ભારતીય આઈટી કંપની સ્ટરલાઈટ ટેકને લગભગ ૮૦૦ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તમને જણાવી દઈએ કે આ ટેક કંપની ભારતીય બિઝનેસમેન અનિલ અગ્રવાલના વેદાંત ગ્રુપનો ભાગ છે. મળતી માહિતી મુજબ સ્ટરલાઈટ ટેક ઓપ્ટિક ફાઈબરમાં ડીલ કરે છે. એવો આરોપ છે કે સ્ટરલાઈટ ટેક પાસે અવૈધરૂપથી ઈટાલીની કંપની પ્રિસમિયનના ટ્રેડ સીક્રેટ છે.

અમેરિકી કોર્ટે પોતાના ર્નિણયમાં માન્યુ કે કંપનીએ વેપાર સંબંધિત અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે, આ કિસ્સામાં તેના પર ઇં ૯૬ મિલિયન (લગભગ ૮૦૬ કરોડ રૂપિયા)નો દંડ ફટકારવામાં આવ્યો છે.એવું માનવામાં આવે છે કે હવે સ્ટરલાઇટ ટેક આ આદેશને ઉચ્ચ અદાલતમાં પડકારશે. હાલના કેસમાં કોર્ટને કહેવામાં આવ્યું હતું કે સ્ટરલાઈટ ટેકએ કોઈક રીતે ઈટાલીની કંપની પ્રીસ્મિયનના ટ્રેડ સિક્રેટ મેળવી લીધા હતા.

સુનાવણી દરમિયાન અમેરિકન કોર્ટને કહેવામાં આવ્યું કે આ સીક્રેટમાં તેના ગ્રાહકો, નવા ઉત્પાદનો અને ઉત્પાદનના વિસ્તરણનો સમાવેશ થાય છે. જેનો સ્ટરલાઇટ ટેકએ ઉપયોગ કર્યો. તમને જણાવી દઈએ કે આ મામલામાં લગભગ ૩ વર્ષથી અમેરિકાની સાઉથ કેરોલિના કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. કોર્ટે બંને પક્ષકારોને સાંભળ્યા બાદ હાલમાં જ પોતાનો ર્નિણય સંભળાવ્યો છે, બીજી તરફ કંપનીનું કહેવું છે કે તે કોર્ટના ર્નિણય સાથે સહમત નથી અને ટૂંક સમયમાં આ ર્નિણયને ઉચ્ચ અદાલતમાં પડકારશે. તમને જણાવી દઈએ કે વેદાંતા ગ્રુપ પાસે સ્ટરલાઇટ ટેકમાં લગભગ ૪૫% હિસ્સો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution