મથુરા-
મથુરાના ભાજપના સાંસદ હેમાલિની એ વિપક્ષ પર આરોપ લગાવ્યો હતો કે તે ખેડુતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા કૃષિ કાયદાને ખેડુતો અને ખેતી માટે ઉત્તમ ગણાવી હતી. હેમામાલિની સોમવારે મથુરાના વૃંદાવનમાં તેમના નિવાસસ્થાને પહોંચી હતી. અગાઉ તે ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં થોડા દિવસો માટે મથુરા આવી હતી. મંગળવારે તેમણે પત્રકારોને કહ્યું કે, નવા કૃષિ કાયદામાં કોઈ કમી નથી. પરંતુ વિપક્ષના કહેવા પર ખેડુતો આંદોલન કરી રહ્યા છે.
હેમામાલિનીએ કહ્યું, 'તેઓ (આંદોલન કરનારા ખેડુતો) એ નથી જાણતા કે તેમને શું જોઈએ છે અને કૃષિ કાયદામાં મુશ્કેલીઓ શું છે. આ બતાવે છે કે તેઓ વિરોધ કરી રહ્યાં છે કારણ કે કોઈ તેમને કરવા માટે કહે છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવના કોરોના રસી અંગેના નિવેદન પર હેમામાલિનીએ કહ્યું હતું કે, 'વિપક્ષનું કામ અમારી સરકારના દરેક સારા કામો ઉપર ઉંધું બોલવું છે. કેન્દ્ર સરકાર વિપક્ષને ધ્યાનમાં લીધા વિના દરેક મુદ્દા પર અડગ છે. એક સવાલના જવાબમાં હેમામાલિનીએ કહ્યું, 'હું રસી મેળવવા માટે મારા વારોની રાહ જોઈ રહી છું. હું દેશી રસી મેળવવા માટે ઉત્સુક છું