આ અભિનેત્રીને સેટ પર  Z પ્લસ કોરોના કવચ મળ્યું,જાણો વિગત

મુંબઇ

કાર્તિક આર્યન, કિઆરા અડવાણી તથા તબ્બુ હાલમાં 'ભૂલ ભુલૈયા 2'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ દરમિયાન કાર્તિકે ફિલ્મના સેટની એક તસવીર શૅર કરી છે. આ તસવીરમાં તબ્બુ એક ખાસ પ્રોટેક્ટરની પાછળ જોવા મળે છે. કાર્તિકે સો.મીડિયામાં પોસ્ટમાં કહ્યું હતું કે આ તબ્બુનું સ્પેશિયલ ઝેડ પ્લસ કોરોના બાયો બબલ છે. આમાંથી તે બહાર આવી શકે તેમ નથી.

વધુમાં કાર્તિકે કહ્યું હતું, 'વેલકમ બેક તબ્બુજી. તેમણે બાયો બબલમાંથી બહાર આવવાની ના પાડી દીધી. તે પોતાનું પોર્ટેબલ ઝેડ પ્લસ + બાયો બબલ સેટ પર લઈને આવે છે.' આ તસવીરમાં અનીસ બઝ્મી તથા કિઆરા પણ છે. તબ્બુનું આ સ્પેશિયલ કોરોના કવચ કાચનું બનેલું છે. મહારાષ્ટ્રમાં ફરીવાર કોરોના કેસમાં વધારો થયો ત્યારે તબ્બુએ આ રીતે બાયો બબલમાં રહેવાનું નક્કી કર્યું છે.

ફિલ્મ મોડી શરૂ થવાને કારણે તબ્બુએ ફિલ્મ છોડી દીધી હોવાની ચર્ચા હતી. તે સમયે અનીસ બઝ્મીએ કહ્યું હતું કે તબ્બુએ ક્યારેય શૂટિંગની ના પાડી નથી. તે છેલ્લાં 10 મહિનાથી મુંબઈમાં નહોતા. કોવિડ 19ના વધતા કેસને કારણે તે પરિવાર સાથે લોનાવાલા સ્થિત ફાર્મહાઉસમાં હતા.

ઉલ્લેખનીય છે કે કાર્તિક તથા કિઆરાએ હાલમાં જ મનાલી શિડ્યૂઅલ પૂરું કર્યું હતું. આ ફિલ્મ 19 નવેમ્બરે રિલીઝ થશે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution