HIT (Homicide Intervention Team) ફિલ્મ પોલીસ ઓફિસરની થ્રિલર સ્ટોરી છે જે એક ગાયબ થયેલ મહિલાની શોધમાં હોય છે. હિન્દી ફિલ્મને દિલ રાજુ અને કુલદીપ રાઠોડ પ્રોડ્યુસ કરવાના છે. જિનલ ફિલ્મના ડિરેક્ટર શૈલેષ કોલાનુ જ હિન્દી વર્ઝન ડિરેક્ટ કરશે. હાલ ફિલ્મ પ્રી પ્રોડક્શન સ્ટેજમાં છે અને શૂટિંગ 2021માં શરૂ થશે.
HIT (Homicide Intervention Team) ફિલ્મ પોલીસ ઓફિસરની થ્રિલર સ્ટોરી છે જે એક ગાયબ થયેલ મહિલાની શોધમાં હોય છે. હિન્દી ફિલ્મને દિલ રાજુ અને કુલદીપ રાઠોડ પ્રોડ્યુસ કરવાના છે.
રાજકુમાર વિશે ડિરેક્ટરે કહ્યું કે, HITના પહેલા કેસમાં એક પોલીસ ઓફિસરની સ્ટોરી છે જે તેના વર્તમાન અને ભૂતકાળ સાથે લડી રહ્યો છે. આ કેરેક્ટર અઘરું છે. મારે કોઈ એવા એક્ટરને કાસ્ટ કરવો હતો જે આ રોલમાં ડાર્કનેસ લાવી શકે અને સાથે સાથે ઓડિયન્સને તેના પરફોર્મન્સથી જકડી પણ રાખે. મને લાગ્યું કે રાજ આ રોલને ન્યાય આપી શકશે. હું શૈતાનથી રાજકુમારના કામને જોતો આવ્યો છું.
તે ઉમદા એક્ટર છે અને દરેક વખતે તે તેના પરફોર્મન્સથી મને ચકિત કરી દે છે. હું આ પ્રોજેક્ટમાં તેની સાથે કામ કરવા માટે ઘણો ઉત્સાહિત છું.
ફિલ્મ વિશે રાજકુમારે જણાવ્યું હતું કે, મેં જ્યારે HIT ફિલ્મ જોઈ ત્યારે હું તરત ફિલ્મ સાથે કનેક્ટ થઇ ગયો. આ એન્ગેજીંગ સ્ટોરી છે અને આજના સમયને અનુરૂપ છે. એક એક્ટર તરીકે હું હંમેશાં એવા રોલ પ્લે કરવા ઈચ્છતો હોય જે મેં અગાઉ પ્લે ન કર્યા હોય. આ ફિલ્મે મને અલગ રોલ પ્લે કરવાનો ચાન્સ આપ્યો છે.