આરોપી મહિલાને ગુજરાતમાં એક ટ્રીપનાં ૫ હજાર ડોલર મળતા હતા

અમદાવાદ અમદાવાદમાં ૪૧ વર્ષીય જીનાલીન પડીવાન લીમોન વિદેશી મહિલા ડ્રગ્સ હેરાફેરી કરતી એરપોર્ટ પરથી ઝડપાઈ હતી. જે અંગે તપાસ મા ચોંકાવનારો ખુલાસો થયો હતો. જેમાં પકડાયેલી આરોપી મહિલાને ગુજરાતમા કાળો કારોબાર માટે એક ટ્રીપના ૫ હજાર ડોલર મળતા હતા . ટીમ એરપોર્ટ પરથી મહિલાની અટકાયત કરી તપાસ કરતા સ્કૂલ બેગમાં હેરોઇનનો જથ્થો સંતાડ્યો હતો. જે સ્કૂલ બેંગમા ૨.૧૨૧ કિલો હેરોઇન કુલ ૧૫ કરોડની કિંમત મુદ્દામાલ કબજે કરી મહિલાની ધરપકડ કરી.વિદેશી મહિલા એરપોર્ટ થી અમદાવાદ એરપોર્ટ પહોંચી હતી. જાેકે વિદેશી મહિલા ડ્રગ્સ કેરિયર તરીકે કામ કરી રહી હતી.ફિલિપાઇન્સની મહિલાની ધરપકડ બાદ પૂછપરછ કરતા અત્યાર સુધી ૩ વખત ભારત ડ્રગ્સની ડિલિવરી કરવા આવી હોવાનું સામે આવ્યું છે. જેમાં અગાઉ ટ્રાવેલ્સ હિસ્ટ્રી જાેતા વર્ષ ૨૦૨૨ માં એપ્રિલ અને જૂન મહિનામાં દિલ્હી આવી હતી, ત્યારે પણ ડ્રગ્સ ડિલિવરી કર્યું હોઇ શકે છે.મહિલા વિદેશી મહિલા ટુર એન્ડ ટ્રાવેલ્સ તેમજ કોસ્મેટિક્સ વસ્તુઓનો ધંધાના બહાને ડ્રગ્સની હેરાફેરી કરે છે. જાેકે મહિલાને ૩ બાળકો છે અને પતિ સાથે છૂટાછેડા થયા હોવાથી એકલી રહે છે. મહિલા ડ્રગ્સ માફિયાના સંપર્કમાં આવી ગઈ હોવાથી ડ્રગ્સની હેરાફેરી કરી રહી હોવાનુ કબૂલાત કરી રહી છે. જાેકે ભારતમાં ડ્રગ્સની ડિલિવરી કરવાની  દેશમાં બેઠેલા ડ્રગ્સ માફિયા ફોનમા સૂચના મળ્યા બાદ આપવાનું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution