બે વર્ષથી નાસતા ફરતાં આરોપીને કપડવંજ પોલીસે ઝડપી પાડ્યો

કપડવંજ : બે વર્ષથી અલગ અલગ ગુના કરીને ભાગતાં ફરતાં એક આરોપીને કપડવંજ ડિવિઝન સ્ક્વોડે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા બે વર્ષથી આરોપી સુનિલ ઊર્ફે રાજુ નામનો વ્યક્તિ અલગ અલગ ગુના કરી ભાગતો ફરતો હતો, જેથી ખેડા- નડિયાદ પોલીસ અધિક્ષકના દ્વારા પકડવાના સૂચના આપવામાં આવી હતી. જે અનુસાર કપડવંજ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન બાતનીના આધારે મહેમદાવાદ પોલીસા સ્ટેશન પ્રોહિબિશનના ગુનામાં અમદાવાદથી મહેમદાવાદ તરફ આવતાં સુનિલ ઊર્ફે રાજુને રાસ્કા ચેક પોસ્ટથી પકડી પાડી કપડવંજ ડિવિઝન સ્ક્વોડે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution