‘ના’ કહી શકવાની ક્ષમતા

લેખકઃ ખ્યાતિ થાનકી | 

થોડા વખત પહેલાં એક સુંદર વાર્તા અને તેની નીચે મુકાયેલો પ્રશ્ન વાંચીને મન વિચારતું થઈ ગયું. એક પ્રયોગના ભાગરૂપે એક નાના દેડકાને પાણી ભરેલા મોટા પાત્રમાં ફેંકવામાં આવ્યો. તે પાત્ર અડધું ભરેલું અને અડધું ખાલી હતું. જાે દેડકો ઇચ્છે તો જ્યારે તેને તે પાત્રમાં નાંખ્યો ત્યારે જ થોડા પ્રયત્નથી બહાર નીકળી શકે તેમ હતો. પરંતુ તેને પોતાનામાં રહેલી ટકી રહેવાની ક્ષમતા ઉપર વધારે વિશ્વાસ હતો અને તેણે રાહ જાેઈ. તે પાણી ધીમે ધીમે ગરમ થવા લાગ્યું. અને દેડકો વધારે ને વધારે તે પાણીમાં પોતે રહી જ શકશે તેવા વિશ્વાસ સાથે પોતાના શરીરને ઍડજસ્ટ કરવા લાગ્યો. એક સમય એવો આવ્યો કે જ્યારે દેડકાને સમજાઈ ગયું કે હવે બધા પ્રયત્નો નિરર્થક છે અને જલદીથી બહાર નીકળી જવું પડશે નહીંતર તેનો જીવ જાેખમમાં આવશે.પરંતુ તે બહાર નીકળી શક્યો નહીં અને ગરમ પાણીમાં ડૂબીને મૃત્યુ પામ્યો. નીચે પ્રશ્ન મૂકેલો હતો કે દેડકાનું મૃત્યુ શા કારણે થયું? આપણો ઉત્તર સીધો એવો જ હશે કે ગરમ પાણીમાં પડી જવાથી દેડકાનું મૃત્યુ થયું.. પરંતુ સાચી રીતે વિચારીએ તો દેડકો કૂદી શકે તેમ હતો, પરંતુ તેણે તેની બધી શક્તિ તો પોતાના શરીરના તાપમાનને ઍડજસ્ટ કરવામાં જ વાપરી નાખી. અને ખરા સમયે કૂદ્યો નહીં એટલેજ મૃત્યુ પામ્યો.

આ વાર્તા આપણને ઘણું બધું શીખવી જાય છે. જિંદગીમાં ઘણી વખત ‘હા’ જેટલી જ મહત્ત્વની ‘ના’ પણ બની જાય છે. ઘણી વખત ફક્ત ‘હા’ કહી દેવાથી સામેવાળી વ્યક્તિનું કાર્ય અને તેની જવાબદારી પૂરી થઈ જાય છે, પરંતુ આપણાં મગજ અને શરીર પર વધારે પડતું કાર્યનું ભારણ આપણી કાર્યક્ષમતાને જ ઘટાડી દે છે. અનુકૂલન અને સમાધાનની માત્રા એટલી બધી વધારી ન દેવી જાેઈએ કે ‘ના’ પાડવાનો સમય જ નીકળી જાય અને આપણે અફસોસના વમળમાં ફસાઈ જઈએ.

જાે આપણાં મન અને શરીર વિરુદ્ધ દિશામાં ચાલતાં હોય, એટલે કે મન ‘ના’ પાડતું હોય પરંતુ શરીર ‘હા’ પાડી દે છે ત્યારે શરીરની અંદર જ એવા વિરોધાભાસી સ્ત્રાવો ઝરવાનું શરૂ થઈ જાય છે અને લાંબા સમય સુધી જાે આમ જ “ના પાડશું તો સામેવાળી વ્યક્તિ શું વિચારશે?” તેવા ડરમાં ‘હા’ જ પાડી દેવાની આદત પડી જાય તો ગંભીર માનસિક પીડા ભોગવવાની તૈયારી રાખવી પડે છે.

અહીં ‘ના’ પાડવાની વાતને જરાય સંકુચિતતા સાથે સ્વીકારીને આપણા વ્યક્તિત્વને નબળું બનાવવાનું નથી, પરંતુ અમુક ખાસ સંજાેગોમાં આપણી જાતને જ પૂછીને આ ર્નિણય કરવો જાેઈએ.

‘ના’ ક્યારે પાડવી જાેઈએ?

૧. અનૈતિકતા અથવા અયોગ્યતા હોયઃ જાે કોઈ કાર્ય અયોગ્ય, અનૈતિક અથવા ગેરકાયદે હોય ત્યારે તે કાર્ય કરવાની ‘ના’ પાડવી જાેઈએ.

૨. સ્વાસ્થ્ય અને સલામતીની ચિંતા હોયઃ જાે કોઈ પ્રવૃત્તિથી સ્વાસ્થ્ય અથવા સલામતી પર ખતરો ઊભો થાય તેવી લાગે તો તે પ્રવૃત્તિ અંગે ‘ના’ પાડી શકાય છે. નિખાલસતાથી કહી શકાય કે મારાથી આ નહીં થાય.

૩. હક અને અધિકાર માટેઃ જાે આપણા હકો, અધિકારો અથવા સ્વતંત્રતા પર હલ્લો થતો હોય તેવું લાગે ત્યારે તેનો વિરોધ કરવો આવશ્યક છે..

૪. પ્રતિસાદ અને સુધારણા માટેઃ જાે તે કામના પરિણામે ખોટા અથવા અપ્રિય પરિણામો આવે તેવું લેશમાત્ર પણ લાગે ત્યારે તે કામ અંગે ‘ના’ પાડવામાં કંઈ પણ વાંધો નથી.

૫. વ્યક્તિગત મર્યાદા માટેઃ જાે કોઈ તમારી મર્યાદાઓનું ઉલ્લંઘન કરતું હોય તે તે અંગે તમારે એકદમ સ્પષ્ટતાથી તેવું ન કરવા જણાવી દેવું જાેઈએ.

ઘણી વખત ‘ના’ પાડવી એ અન્યાયને રોકવા અને સ્વસ્થ અને ન્યાયસંગત વાતાવરણ જાળવવા માટે મહત્ત્વપૂર્ણ છે.

‘ના’ શા માટે પાડવી જાેઈએ?

૧. વ્યક્તિગત મર્યાદાઓનું રક્ષણઃ ‘ના’ પાડવાથી તમે તમારી મર્યાદાઓનું રક્ષણ કરી શકો છો અને તમારા વ્યક્તિત્વને સાચવી શકો છો.

૨. આપણી જાતની કદર ઃ ‘ના’ કહેવું દર્શાવે છે કે તમે તમારી જાતની અને તમારી સમયની કદર કરો છો.

૩. તનાવ ઘટાડોઃ જરૂરિયાત મુજબ ‘ના’ કહેવું તનાવ અને માનસિક દબાણ ઘટાડવામાં મદદરૂપ થાય છે.

૪. જવાબદારીઃ તમારી જવાબદારીઓને પ્રાથમિકતા આપીને વધુ અસરકારક રીતે નિભાવી શકો છો.

૫. નકારાત્મક પ્રવૃત્તિઓથી બચાવ ઃ અનૈતિક અથવા અસુરક્ષિત પ્રવૃત્તિઓથી દૂર રહેવા માટે ‘ના’ પાડવી જરૂરી છે.

આપણે જ્યારે પણ સામાજિક જીવનમાં ‘હા’ની સાથે સાથે ક્યારેક ‘ના’ને સાથે લઈને ચાલીએ છીએ ત્યારે તેની નકારાત્મક અસરોથી પણ બચીને રહેતાં આવડવું જાેઈએ. ઘણી વખત આપણે જેની સાથે લાગણીથી બંધાયાં હોઈએ તેને ફક્ત ‘ના’ પાડી દેવાથી કામ પૂરું થઈ જતું નથી. નજીકનાં લોકોને તમે શા માટે ‘ના’ પાડો છો તેનું કારણ નિખાલસતાથી વ્યક્ત કરી દેવું જાેઈએ. ઘણી વખત ‘ના’ પાડવાથી અનેક નવા અવસરો અને અનુભવો પણ ગુમાવી દઈએ છીએ. આવા સંજાેગોમાં પરિસ્થિતિનો સંદર્ભ તપાસીને ‘ના’ પાડવી જાેઈએ.

તો ચાલો ક્યારેક આપણી જાત સાથે જીવી લઈએ અણગમાને સ્વીકારી લઈએ. વિષમ પરિસ્થિતિઓમાં અમુક હદ સુધી જ સમાધાન કરીએ અને સમય નીકળી જાય તે પહેલાં જ આપણી સમર્થતતાને સાબિત કરીએ.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution