રાજકોટ-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યકક્ષાના ૭૧મા વન મહોત્સવનો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરાવ્યો પ્રારંભ ૬૦ જેટલી જાતના ૫૫ હજાર વૃક્ષોનો કરાશે ઉછેર અને રામ મંદિર શિલાન્યાસ પ્રસંગની યાદગીરી રૂપે ૨૦મા સાંસ્કૃતિક વન એવા અર્બન ફોરેસ્ટને 'રામવન' નામ અપાયું
આગામી તા. ૫મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યા સ્થિત રામજન્મભૂમી ખાતે રામમંદિરના શિલાન્યાસ થનાર છે. આ પ્રસંગને યાદગાર અને અવિસ્મરણીય બનાવવા રાજકોટ ખાતેના ૨૦માં સાંસ્કૃતિક વન એવા અર્બન ફોરેસ્ટને રાજયના પ્રકૃતિપ્રેમી અને નિર્ણાયક મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના ૬૪માં જન્મદિવસે રામવન નામ જાહેર કરી ૭૧માં રાજયકક્ષાના વન મહોત્સવનો ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો. જીવ ત્યાં શીવ અને છોડમાં રણછોડની આપણા ઋષિઓ અને સંતો દ્વારા કેળવાયેલી આપણી ભવ્ય સાંસ્કૃતિક પરંપરા છે તેમ જણાવતાં મુખ્યમંત્રી રૂપાણીએ વધુમાં કહયું હતું કે,વન અને વન્ય સૃષ્ટ્રીનું જતન અને સંવર્ધનએ અપાયેલી ધરોહર છે. આથી જ ગુજરાતને પ્રગતિશિલ, વિકાસશીલ સાથે હરીયાળું ગુજરાત બનાવવા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૪ વન મહોત્સવની ઉજવણી રાજયના પાટનગર ગાંધીનગરથી બહાર અન્ય જિલ્લાઓમાં ઉજવવાની શરૂઆત કરી હતી.
રાજકોટ ખાતે આજે ૭૧માં રાજય કક્ષાના વનમહોત્સવ અને મુખ્યમંત્રી રૂપાણીએ ૬૪માં જન્મદીને રાજકોટ વાસીઓને ૨૦માં સાંસ્કૃતિક વનની ભેટ આપતા જણાવ્યુંહતું કે કોરોનાના દર્દીને જ્યારે ઓક્સિજન ઘટી જાય ત્યારે શુદ્ધ ઓક્સિજનની આવશ્યકતા રહે છે. શૂધ્ધ પ્રાણવાયુના નિર્માણમાં વ્રુક્ષો મહત્વનો ભાગ ભજવે છે. રાજકોટ શહેરની પ્રજાને ઘરઆંગણે જ જીવ અને શિવને જોડતી પ્રકૃતિ તથા જંગલ સફારી જેવી અનુભૂતિ મળી રહે તે માટે આજી ડેમ પાસે અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે.