વડોદરા,તા.૧૯
ડિસેમ્બર માસના અંતભાગમાં આયોજિત થતું જેસીસનું ૬૫મુ રાષ્ટ્રીય અધિવેશન કોરોના ગાઈડલાઇન્સને ધ્યાનમાં રાખીને જાન્યુઆરી ૨૦ થી ૨૪ દરમ્યાન વડોદરા ખાતે હોટલ સૂર્ય પેલેસ ખાતે આયોજિત થઈ રહ્યું છે આ પાંચ દિવસીય અધિવેશનને રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલ ૨૦મીએ સવારે ખુલ્લું મુકશે. બ્રિજ ધ ગેપ અને એક ભવિષ્ય જેવા વિવિધ વિષયો ઉપર ભૂતપૂર્વ રાષ્ટ્રી પ્રમુખો દ્વારા પાવર ટોક અને અન્ય ખ્યાતનામ પ્રશિક્ષકો દ્વારા ટ્રેનિંગ પણ રજૂ આપવામાં આવશે.એમ આયોજન સમિતિ અધ્યક્ષ જે એફ પી સંજય માંકડે જણાવ્યું હતું. તેમજ વર્ષ ૨૦૨૧ના રાષ્ટ્રીય પદાધિકારીઓની ચૂંટણી અને વરણી, વર્ષ માટેનું બજેટ, નવા વર્ષમાં કરવા માટેની પ્રવૃત્તિઓની ચર્ચા અને ગત વર્ષના હિસાબોની ચર્ચા કરવામાં આવશે.આ અધિવેશનમાં સ્થળ ખાતે નિર્ધારિત સભ્ય સંખ્યા ઉપરાંત વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર પ્રમુકહો અને સભ્યો જાેડાશે તેમજ સામાન્ય રીતે કાર્ય કરશે. આ અધિવેશનમાં નેશનલ ટેલેન્ટ સર્ચ હરીફાઈમાં વિજેતા વિદ્યાર્થીઓના નામ જાહેર કરવામાં આવશે તે ઉપરાંત ભૂતપૂર્વ અધિકારીના માનમાં વિજેતા, પ્રતિભાશાળી યુવા વ્યક્તિ અને યુવા ઉદ્યોગ સાહસિકોને પણ બિરદાવવામાં આવશે.કેરળ નિવાસી રાષ્ટ્રીય પ્રમુખ જેસી અનિષ મેથ્યુ આ અધિવેશનના અધ્યક્ષ છે જેઓ તેમનો અહેવાલ રજૂ કરશે.