દાહોદ-
દાહોદના પ્રૌઢને લગ્નની લાલચ ૪૯ લાખમાં પડી છે. આપણે ત્યાં એક કહેવત છે કે લોભીયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે તે કહેવત દાહોદ માં સાર્થક થઈ. દાહોદના ૫૯ વર્ષના પ્રૌઢ ને લગ્ન કરવાના અભરખાં મોંઘા પડ્યા છે. તેમણે લગ્ન માટે લગ્નવિષયક જાહેરાત આપી કન્યાની શોધ શરૂ કરી પરંતુ રાજસ્થાનની એક યુવતી સહિત ચાર લોકો એ પ્રૌઢ પાસે લગ્નની લાલચ આપી ૪૯ લાખ ખંખેરી લેતા દાહોદ ટાઉન પોલીસે ચાર લોકો વિરુધ્ધ ફરિયાદ દાખલ કરી છે.
બનાવની વિગતો એવી છે નવજીવન મિલ રોડ સ્થિત એક સારી સોસાયટીમાં રહેતા ૫૯ વર્ષીય પ્રૌઢે અખબારમાં લગ્નવિષયક જાહેરાત આપી હતી. જાહેરાતને પગલે રાજસ્થાનના અલવર જિલ્લાના કિશનગઢ તાલુકાનાં મનછાકા બાસ ગામ ના અનીતા ચૌધરી, સાહિર મોહમ્મદ નુરૂદ્દીન, તૌફીક ખાન નુરૂદ્દીન , તેમજ દિલિપ યાદવ એમ ચાર લોકો એ કાવતરું રચી અનીતા ચૌધરી એ પોતાના મોબાઈલથી પ્રૌઢનો સંપર્ક કર્યો હતો અને તેમની સાથે લગ્ન કરવાનો વિશ્વાસ અપાવી પોતાની વાતોમાં ફસાવી લીધા.
ત્યારબાદ ૨૨-૦૭-૨૦૧૬ થી ૧૮-૧૨-૨૦૧૯ દરમિયાન ત્રણ બેન્ક અકાઉન્ટ માં અલગ અલગ તારીખે ૪૮.૫૯ લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા ત્યારબાદ મનોજકુમાર ને રાજસ્થાનના કોટા ખાતે બોલાવી દિલિપ યાદવ એક હોટલમાં લઈ ગયો હતો અને ૫૦ હજાર રોકડા લઈ મનોજકુમાર ને કહ્યું કે' હું મારી બેન ને થોડાક ટાઈમમાં દાહોદ લઈ આવીશ ત્યારબાદ બંનેના પરિવારજનો ભેગા થઈ તમારા લગ્ન કરાવી દઇશું'. એમ કરી નાણાં લઈ લીધા હતા આ રીતે કુલ ૪૯.૦૯ લાખ રૂપિયા લઈ લીધા બાદ યુવતી એ લગ્ન નહીં કરતાં પ્રૌઢ ને પોતે છેતરપિંડી નો ભોગ બન્યા નો એહસાસ થયો હતો. મનોજકુમાર સલુજા ની ફરિયાદ ન આધારે રાજસ્થાન ન એક યુવતી સહિત ચાર લોકો વિરુધ્ધ ફરિયાદ દાખલ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.