કોરોના સંકટના કારણે મજબૂર મોદી સરકારે બદલી 16 વર્ષ જૂની આ નીતિ

દિલ્હી-

કોરોના મહામારીના કારણે ઉભી થયેલી સ્થિતિના કારણે ભારતે પોતાની ૧૬ વર્ષ જૂની નીતિ બદલવી પડી રહી છે. કોરોના સંકટના કારણે ઑક્સિજન અને અન્ય સ્વાસ્થ્ય માળખું હલી ગયા બાદ ભારતે વિદેશોથી ભેટ, દાન અને મદદ સ્વીકારવાનું શરૂ કરી દીધું છે. બહારના દેશોથી મદદ લેવાના મામલે અનેક બદલાવ કરવામાં આવ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે સરકારી સૂત્રો પ્રમાણે જણાવવામાં આવ્યું કે, ભારતને હવે ચીન પાસેથી ઑક્સિજન સંબંધિત ઉપકરણો અને જીવન રક્ષક દવાઓની ખરીદીમાં કોઈ વૈચારિક સમસ્યા નથી.

તેમણે જણાવ્યું કે, પાકિસ્તાન પાસેથી મદદ લેવાને લઇને નવી દિલ્હી અત્યારે માનસિક રીતે તૈયાર નથી. જાે કે માનવામાં આવી રહ્યું છે કે ભારત, પાકિસ્તાનથી મદદ સ્વીકારવાનું નથી. આ ઉપરાંત રાજ્ય સરકારો વિદેશી એજન્સીઓથી જીવન રક્ષક ઉપકરણો અને દવાઓની ખરીદી માટે પણ સ્વતંત્ર છે અને કેન્દ્ર સરકાર રસ્તામાં નહીં આવે. મોદી સરકારનું આ પગલું વર્ષો જૂની એ નીતિથી અલગ છે જે અંતર્ગત ભારત પોતાની આર્ત્મનિભરતા અને સ્વયં ઉભરતી શક્તિવાળી છાપ પર ભાર આપતું રહ્યું છે.

આ છેલ્લા ૧૬ વર્ષોની નીતિથી એક ઉલ્લેખનીય બદલાવ છે, કેમકે મનમોહન સિંહના નેતૃત્વવાળી યૂપીએ સરકારે વિદેશી સ્ત્રોતોથી મદદ ના લેવાનો ર્નિણય કર્યો હતો. ૧૬ વર્ષ પહેલા સુધી ભારત વિદેશી સરકારોની મદદ સ્વીકાર કરી રહ્યું હતુ. ભારતે ઉત્તરકાશી ભૂકંપ (૧૯૯૧), લાતૂર ભૂકંપ (૧૯૯૩), ગુજરાત ભૂકંપ (૨૦૦૧), બંગાળ ચક્રવાત (૨૦૦૨) અને બિહાર પૂર (જુલાઈ ૨૦૦૪) દરમિયાન બીજા દેશોની મદદ સ્વીકાર કરી હતી. જાે કે ડિસેમ્બર ૨૦૦૪ની સુનામી બાદ તત્કાલીન પીએમ મનમોહન સિંહનું આપવામાં આવેલું એ નિવેદન ચર્ચામાં છે, જેમાં તેમણે કહ્યું હતુ કે, “અમને લાગે છે કે હવે આપણે પોતાના દમ પર કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકીએ છીએ અને જરૂરિયાત પડવા પર અમે તેમની મદદ લેશું.”

આ ભારતની ડિઝાસ્ટર આસિસ્ટન્ટ પોલિસીને લઇને ઐતિહાસિક ક્ષણ હતી. એ સમયે પીએમ રહેતા ડૉ. મનમોહન સિંહે એ નીતિ નક્કી કરી હતી કે, આપણે વિદેશી મદદ નહીં લઇએ. છેલ્લા ૧૬ વર્ષોમાં ભારત ૨૦૧૩માં ઉત્તરાખંડ પૂર, ૨૦૦૫માં કાશ્મીર ભૂકંપ અને ૨૦૧૪માં કાશ્મીર પૂર દરમિયાન વિદેશી સહાયતા લેવાથી ઇનકાર કરતુ રહ્યું છે. મોદી સરકારના આવ્યા બાદ પણ આ નીતિ પર અમેલ થતો રહ્યો, પરંતુ કોરોના સંકટની વચ્ચે ભારતે પોતાની નીતિ બદલવા મજબૂર થવું પડ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution