મુંબઇ
દેશભરમાં કોરોનાવાયરસનો કહેર છે તો બીજી તરફ તેની રસી શોધાઇ રહી છે અને બોલિવૂડમાં રામ ગોપાલ વર્મા એક નવી સાઉથ ઇન્ડિયન ફિલ્મ કોરોના વાયરસ લઇને આવી રહ્યાં છે. આ ફિલ્મનું ટ્રેલર તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટથી શૅર કર્યુ છે.
ટ્રેલરમાં દર્શાવવામાં આવ્યુ છે કે કોરોના મહામારી વચ્ચે એક પરિવાર પહેલા તો ખુબ ખુશ હોય છે પરંતુ પરિવારમાં એક સદસ્યને કોરોના થઇ જાય છે બાદમાં આખા પરિવારનો માહોલ ખુબ બદલાઇ જાય છે. ઘરના દરેક સદસ્ય ખુબ ડરેલા દેખાય છે. જો ઘરમાં એક વ્યક્તિને કોરોના થઇ જાય છે તો બાકીના લોકોની હાલત કેવી થઇ જાય છે તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે.
રામ ગોપાલ વર્માની આ ફિલ્મ આવતા અઠવાડિયે એટલે કે 11 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. મહત્વનું છે કે અમેરિકા બાદ ભારત બીજો એવો દેશ છે જેમાં કોરોના હજુ સુધી વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 36604 નવા કેસ નોંધાયા છે. સમગ્ર દેશમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા 94 લાખ 99 હજાર 414 પર પહોંચી ગઇ છે.