થરાદ: ગ્રાહકો પાસેથી હજારો રૂપિયા લઈ કૂટણખાનું ચલાવતા, 3ની કરી ધરપકડ

બનાસકાંઠા-

બનાસકાંઠાના થરાદમાં ગ્રાહકો પાસેથી બે-બે હજાર રૂપિયા લઈને કૂટણખાનું ચલાવતા પરિવારને સ્થાનિક પોલીસે ઝડપી પાડ્યો છે. થરાદની માં, દીકરો અને દીકરી આ અનૈતિક પ્રવૃતિ કરાવતા હતા. થરાદ પોલીસે બનાવટી ગ્રાહક મોકલીને પરિવારને ઝડપી પશ્ચિમ બંગાળની યુવતીને દેહવિક્રયમાંથી મુક્ત કરાવી છે.

થરાદમાં પંચવટી સોસાયટીમાં પોલીસે કુટણખાનું ઝડપી પાડવા માટે ડુપ્લીકેટ ગ્રાહક બનાવીને બે હજારના દરની નોટ આપીને મકાન મોકલ્યો હતો.જ્યાં પોલીસના ડમી ગ્રાહક મેરાજે ઘરમાં જઈને બે હજારની નોટ આપીને છોકરીની માંગ કરી રૂમમાં જઈ બહાર નીકળી પોલીસને ઇશારો કરી દેતા, અગાઉથી જ ઇશારાની રાહ જોઈને સાદા ડ્રેસમાં ઉભેલી પોલીસે ઘરમાં પ્રવેશી મુખ્ય સૂત્રધાર લક્ષ્‍મી ઉર્ફે લચકી હીરાભાઈ લક્ષ્‍મણ ભાઈ સોની અને તેના દીકરા-દીકરીની અટકાયત કરી હતી. થરાદમાં પરિવાર મોબાઈલ પર ફોન કરીને દેહ વિક્રય માટે ગ્રાહકો બોલાવતા હતા. બહારના રાજયની દેખાવડી યુવતીઓ રાખી બદીને અંજામ આપતા હતા. પોલીસે એક મહિલા અને બે પુરુષને પંચ તરીકે સાથે રાખી ડુપ્લીકેટ ગ્રાહક ઘરની અંદર પૈસા આપીને મોકલ્યો હતો. ઉપરાંત આરોપીઓને ભાગી ન જાય એ માટે ઘરની આજુબાજુ સાદા ડ્રેસમાં પોલીસ ગોઠવી હતી. લગ અલગ બે ટિમો બનાવી ચાલુ મોબાઈલે ડમી ગ્રાહક મોકલ્યો યુવતી સાથે સોદો થયા બાદ ગ્રાહક ઓકે બોલતાં પોલીસે રહેણાંકમાં દરોડો પાડતાં બે રૂમમાંથી મહિલા દલાલ સાથે પુત્ર પુત્રીને ઝડપી બીજા રૂમમાંથી દેહ દેહવિક્રિયના ધંધામાં લાવેલી કલકતા બંગાળી યુવતીને મુક્ત કરાઈ છે. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution