મુંબઈ-
ટીવી અને સિનેમાનાં જાણીતા અભિનેતા અનુપમ શ્યામ ઓઝાનું લાંબી બિમારી બાદ 63 વર્ષની વયે નિધન થયુ હતું. અનુપમ શ્યામ ટીવી સિરીયલ મન કી અવાજ પ્રતિજ્ઞાથી ઘેર ઘેર જાણીતા થયા હતા. તેઓ છેલ્લા એક વર્ષથી કિડનીની બિમારીઓનો સામનો કરી રહ્યા હતા. તેઓ આઈસીયુમાં હતા અને તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમનુ મલ્ટી ઓર્ગન ફેલ્યોરથી નિધન થયુ હતું. તેના ભાઈએ આર્થિક મદદની અપીલ કરી હતી. કારણ કે તે હોસ્પીટલનું બીલ ચુકવી શકતા નહોતા. સ્વસ્થ થયા બાદ તેમનું નિયમીત ડાયાલીસીસ થતુ હતું. આ વર્ષે એટલે કે 2021 માં તે ટીવી સીરીયલ 'મન કી આવાઝ પ્રતિજ્ઞા સીઝન-2' લોંચ થયા બાદ તે કામ પર પણ પાછા આવી ગયા હતા. યુપીનાં પ્રતાપગઢના રહેવાસી અનુપમ શ્યામે કારકીર્દીની શરૂઆત 1996 માં કરી હતી. તેઓ લખનૌની ભારત એકેડેમી ઓફ ડ્રામેટીક આર્ટસના પુર્વ છાત્ર રહ્યા હતા દસ્તક, લગાન, દિલ સે, ગોલમાલ અને મુન્ના માઈકલ જેવી ફીલ્મોમાં તેમણે કામ કરેલુ. પ્રતિજ્ઞા, ઉપરાંત જેમણે રિશ્તે, ડોલી અરમાનોકી, કૃષ્ણા ચલી લંડન, અને હમને લી શપથ જેવી સીરીયલ્સમાં તેમણે કામ કર્યુ હતું.