ડાકોરમાં આજે ઠાકોરજીની ૨૫૨મી રથયાત્રા નીકળશે

નડિયાદ ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં આજે રવિવારે અષાઢી બીજ નિમિત્તે ઠાકોરજીની ૨૫૨મી રથયાત્રા રંગેચંગે નીકળશે. જે પૂર્વે શનિવારે બપોરે મંદિર બંધ થયા બાદ રથનું નિરીક્ષણ કરાયું હતું તેમજ રિહર્સલ પણ કરાયું હતું. અંદાજિત ૮ કિલોમીટરની આ રથયાત્રાના રૂટ પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત રહેશે. આ રથયાત્રામાં અનેક ભજન મંડળીઓ અને ભક્તોનું ઘોડાપૂર ઉમટશે.આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ડાકોરમાં રથયાત્રા નીકળનાર છે. ૨૫૨મી રથયાત્રા પ્રસંગે મંદિર પ્રશાસને તૈયારીનો આખરી ઓપ આપી દેવાયો છે. ભગવાનને રથમાં બીરાજમાન કરવામાં આવશે અને આ બાદ નીજ મંદિરેથી ભવ્ય ઠાઠ સાથે રથયાત્રા નિયત કરેલા રૂટ પર ફરશે. જેમાં દોઢ લાખથી પણ વધુ ભક્તો જાેડાશે. આ દરમિયાન પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત રહેશે. ભક્તો રથયાત્રામા ભાગ લઈ પ્રભુની ભક્તિમા તરબોળ બનશે. આ રથયાત્રા જિલ્લાની સૌથી મોટી અને મહત્વની ગણાય છે.નક્ષત્ર મુજબ ડાકોરની આ રથયાત્રા નીકળે છે,જેમાં બે રથનો ઉપયોગ કરાય છે એક રથમાં લાલજી મહારાજને બિરાજમાન કરાય છે અને ત્યાર બાદ મંદિરના પરિસરમાં પાંચ કુંજ બનાવી ભગવાનની પ્રદક્ષિણા કરવામાં આવે આ પછી નિજ મંદિરથી આ રથયાત્રા નિયત કરેલા રૂટ પર નીકળે છે જેમાં ૧૫થી ૧૮ કુંજ બનાવવામાં આવ્યા છે. રથયાત્રાના ૨૪ કલાક પહેલા બપોરે મંદિરના દ્વાર બંધ થયા બાદ તમામ રથનું નિરીક્ષણ અને ચકાસણી કરવામાં આવી હતી આ ઉપરાંત મંદિર પરિસરમાં પણ રથ દોડાવ્યા હતા.ડાકોર મંદિરના મેનેજર જે.પી.દવેએ જણાવ્યું કે, રથયાત્રા સવારે ૯ઃ૦૦ વાગે ડાકોર મંદિરથી નીકળશે રથમાં લાલજીને બિરાજમાન કરાશે. એ પહેલા મંદિરના ઘુમ્મટમાં પૂજન કરવામાં આવશે અને પાંચ પરિક્રમા મંદિર ફરતે કરવામાં આવશે આ સમયે વૈષ્ણવો તેમજ ખેડા, આણંદ, વડોદરા સહિત ઠેક ઠેકાણેથી આવતા ભક્તો ભજન મંડળીઓની રમઝટ બોલાવશે. રથયાત્રા ના રૂટ જાેઈએ તો નીજ મંદિરથી નીકળી ગૌશાળા, લાલબાગ, રાધાકુંડ, મોખાતળાવડી, ગાયોના વાડો ત્યાંથી રણછોડપુરા બેઠકે ત્યાંથી નીકળી માખણિયા આરે કેવડેશ્વર મહાદેવ થઈને નીજ મંદિરે પરત આવશે. આ સમયે હજારો ભક્તો રથયાત્રાનો લાભ લેશે અને મંદિર પરિસર તેમજ રથયાત્રાના રૂટ ‘જય રણછોડ માખણ ચોર’ના નાદ સાથે ગૂંજી ઉઠશે.

આજે વિદ્યાનગરમાં ઈસ્કોન મંદિરેથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે

આણંદ, વલ્લભ વિદ્યાનગર સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા અષાઢી બીજે, તા. ૭ જુલાઇને રવિવારે ર૦મી રથયાત્રાનું આયોજન કરાયું છે. આણંદ શહેર પોલીસ મથક ખાતેથી બપોરે અઢી વાગ્યે રથયાત્રાનું પ્રસ્થાન કરાવાશે. ભગવાન જગન્નાથજીના રથ સાથેની રથયાત્રા ગુરુદ્વાર સર્કલ, અમૂલ ડેરી, સર્કિટ હાઉસ રોડ, સરદાર ગંજ પાછળનો રોડ, લોટિયા ભાગોળ, ટાઉનહોલ, એવી રોડ, મોટા બજાર થઇને વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેાદન પહોંચશે. જયાં રથયાત્રાનું સમાપન કરાશે. રથયાત્રામાં રપથી વધુ વિદેશી ભકતો સાથે આણંદ,વિદ્યાનગર સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભકતો જાેડાશે. મંદિર પ્રશાસન દ્વારા રથયાત્રા માટે પ૦ જેટલા ગામોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ઉપરાંત રથયાત્રાને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ઇસ્કોનના વાઇસ પ્રેસિડેન્ટ પ્રેમાનંદ દાસે જણાવ્યું હતું કે, વર્ષમાં એક વખત અષાઢી બીજે ભગવાન મંદિરની બહાર નીકળીને નગરયાત્રા કરીને સૌને દર્શન આપે છે. ભગવાન જગન્નાથજીનો રથ ખેંચવાનું, દર્શન કરવાનું વિશેષ માહાત્મય છે. પ્રસાદના ૭પ હજાર પેકેટનું વિતરણ કરાશે.રથયાત્રા દરમ્યાન ભકતોને વહેંચવા માટે મંદિર પ્રશાસન દ્વારા ૭પ હજાર પ્રસાદના પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. રથ જયાં જયાંથી પસાર થશે ત્યાં ભકતોને પ્રસાદ આપવામાં આવશે. હાલ પ્રસાદના પેકેટ તૈયાર કરવા માટે મંદિરમાં સ્વયંસેવકો, ભાવિકજનો દ્વારા તડામાર તૈયારી સાથે આયોજન કરવામાં આવી રહ્યું છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution