ટેસ્લાના માલિક એલન મસ્ક ફરી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા

ન્યુયોર્ક-

અમેરિકન કાર નિર્માતા કંપની ટેસ્લા અને સ્પેસએક્સના માલિક અલન મસ્ક ફરીથી દુનિયાના સૌથી અમિર વ્યક્તિ બની ગયા છે. બે દિવસ પહેલા એલન મસ્કને પાછળ છોડી એમેઝોનના ફાઉન્ડર જેફ બેજાેસ પહેલા નંબર પર આવી ગયા હતા. જાે કે હવે એલન મસ્કે એક વાર ફરી દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા છે. એલનની સંપત્તિ રોકેટની જેમ વધી રહી છે. એલનની સંપત્તિ 199.9 બિલિયન ડોલર થઈ ગઈ છે. હવે બેજાેસ નંબર ૨ પર ઘસી ગયા છે. બેજાેસની સંપત્તિ 194.2 બિલિયન ડોલર છે.

એલન મસ્તની રોકેટ કંપની સ્પેસએક્સએ આ મહિને રોકાણકારોના સમૂહ સેકિયા કેપિટલથી એક અને 850 મિલિયન ડોલર રોકાણ ભેગુ કર્યુ છે. આ બાદ એલન મસ્કની સંપત્તિમાં 100 કરોડ ડોલરની વૃદ્ધિ થઈ છે. ઈન્ડેક્સ અનુસાર કંપનીની રાફઉન્ડ વેલ્યૂ લગભગ 74 બિલિયન ડોલર છે. ઓગસ્ટની સરખામણીએ 60 ટકા વધારો થયો છે. મસ્કની કુલ સંપત્તિ લગભગ 11 બિલિયન ડોલર વધારવામાં મદદ કરી. મસ્કની સંપત્તિ વધીને 20,000 કરોડ ડોલર એટલે કે 14.80 લાખ કરોડ થઈ ગઈ છે. ગત ૨૪ કલાકમાં તેમની સંપત્તિ 920 કરોડ ડોલર વધી ગઈ છે. ત્યારે આ વર્ષે અત્યાર સુધી તેમની સંપત્તિમાં 3020 કરોડ ડોલરનો વધારો થયો છે.

જેફ બેજાેસની કુલ સંપત્તિ 194100 કરોડ ડોલર એટલે કે લગભગ 14.35 લાખ કરોડ રુપિયા છે અને આ મામલામાં તે અમીર અરબપતિઓની યાદીમાં હવે બીજામાંથી પહેલા નંબર પર આવી ગયા છે. આ ઉપરાંત આ અઠવાડિયામાં મસ્કે સોશિયલ મીડિયા એપ ક્લબહાઉસ પર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને એક ચેટ માટે આમંત્રિત કર્યા છે. ક્રેમલિનના એક પ્રવક્તાએ કહ્યું કે પુતિન સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કરતા પરંતુ તેમણે કહ્યું કે નિમંત્રણ નિશ્ચિત રુપથી બહું રસપ્રદ હતુ.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution