જમ્મુ-કાશ્મીરમાં પીડીપી નેતાના ઘરે આતંકી હુમલો, પીએસઓનું મોત

શ્રીનગર-

જમ્મુ-કાશ્મીરમાં આંતકીઓએ પીડીપી નેતાના ઘર પર હુમલો કર્યો છે. આ હુમલામાં તેમના PA ( અંગત સુરક્ષા કર્મી) ઘાયલ થયા છે. આ હુમલા બાદ વિસ્તારમાં તપાસ અભિયન શરૂ કરવામાં આવ્યું છે.  મધ્ય કાશ્મીરના શ્રી-નગર જીલ્લાના નાટીપોરા વિસ્તારમાં સોમવાર સવારે આંતકીઓએ પીડીપી નેતા હાજી પરવેઝ અહેમદના ઘર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં અંગત સુરક્ષા ગાર્ડ મંઝૂર અહેમદ ઘાયલ થયા હતા.

આંતકી હુમલામાં ગંભીર રૂપે ઘાયલ સુરક્ષા કર્મીને સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારે આ ઘટના વચ્ચે આંતકીઓને ઝડપવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે, અને સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.પીડીપી નેતા પરવેઝે આ મામલે જણાવ્યું કે મારા બાળકો, વૃદ્ધ માતા અને અન્ય પરિવાર વાળા ઘરમાં હાજર હતા. ત્યારે સવારે ફિરન પહેરીને બે શખ્સ મુખ્ય દરવાજાથી દાખલ થયા અને ફાયરીંગ કરી હતી. આ ઘટનામાં મારો એક અંગ રક્ષક ઘાયલ થયો છે. સારવાર દરમ્યાન અહમેદનું મોત નિપજ્યું હતું.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution