દિલ્હી-
ટીઆરટીએ અહેવાલ પ્રમાણે, રહેવાસીઓએ જણાવ્યું હતું કે આ ઘટના મારૂના કનોમા જિલ્લાના ડુત્સેન ગરી મસ્જીદની છે. તેઓએ જણાવ્યું હતું કે અત્યાધુનિક હથિયારો લઇને ડઝનબંધ આતંકવાદીઓ મોટરસાયકલો પર ગામમાં પહોંચ્યા હતા, તેઓને ડરાવવા અને મારવા માટે ગોળીબાર કર્યા હતો.
રહેવાસીઓએ જણાવ્યું હતું કે બંદૂકધારીઓ મસ્જીદમાં પહોંચ્યા હતા જ્યારે સ્થાનિક લોકો મસ્જિદમાં જુમાતની નમાઝ અદા કરી રહ્યા હતા. નામ ન આપવાની શરતે એક રહેવાસીએ જણાવ્યું હતું કે તેઓએ મસ્જિદ પર હુમલો કર્યો હતો અને નમાઝીઓને વિખેરી નાખ્યા હતા. અને ઇમામ સહિત 40 થી વધુ લોકોનું અપહરણ કર્યુ હતું.
તેમણે જણાવ્યું હતું કે,ઘણા રહેવાસીઓ જેમને ગોળીઓ વાગી હતી તેઓ ઝાડીઓમાં છુપાઇ ગયા હતા. અને જ્યારે હુમલાોખોરો ચાલ્યા ગયા ત્યારબાદ તે સારવાર માટે ગયા હતા.
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાઈજિરિયન સુરક્ષા દળો આ ઘટનાની જાણ થતાં આ વિસ્તારમાં પહોચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.
જોકે કોઈ પણ વ્યક્તિ અથવા જૂથે આ હુમલાની જવાબદારી લીધી નથી જોકે આવા હુમલાઓ બોકો હરામ તકફિરી આતંકવાદી જૂથ કરતુ રહેતુ હોય છે. બોકો હરમે 2000 માં તેના અસ્તિત્વની ઘોષણા કરી હતી અને હિંસાના કૃત્યો દ્વારા 2009 થી અત્યાર સુધીમાં 20,000 થી વધુ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે.