પુલવામામાં CRPF ના કાફલા પર ફરી એક વખત આતંકવાદી હુમલો, 1 જવાન ઘાયલ

જમ્મુ,

પુલવામા હુમલાની જેમ જ આ વખતે ફરીથી એક વખત CRPFના કાફલા પર આતંકવાદીઓએ હુમલો કર્યો છે આ માટે આતંકવાદીઓએ હાઈવે પર એક IED બ્લાસ્ટ લગાવ્યો હતો. જેમાં ઓછી તિવ્રતાનો વિસ્ફોટ થયો હતો. જેની અડફેટમાં CRPF કાફલાનું એક વાહન આવી ગયું હતું. જો કે આ બ્લાસ્ટ ઓછી તીવ્રતાનો હોવાના કારણે વધારે નુક્સાન નથી થયું, પરંતુ એક જવાન ઘાયલ થતાં તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ આતંકવાદી હુમલા બાદ પુલવામામાં હાઈએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને લોકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવાયો છે. હાલ ઘટના સ્થળે સેનાની રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોએ મોટાપાયે સર્ચ અભિયાન શરૂ કર્યું છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution