દિલ્હી-
જમ્મૂ કાશ્મીરમાં ફરી આતંકિઓએ સેના પર હુમલો કર્યો છે. BSFના કાફલા પર આતંકીઓ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો. જેમા આતંકીઓ અને જવાનો આમને સામને આવી ગયા હતા. જે જગ્યાએ આ હુમલો થયો છે ત્યા ત્રણ આતંકિઓ ફસાયા હોવાની માહિતી સામે આવી છે.
આંતકીઓને ઝડપી પાડવા BSFના જવાનોએ ઓપરેશન હાથ ધર્યું હતું. તે સમયે આતંકિઓએ જવાનો પર ગોળીબારી શરૂ કરી દીધી. દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં આવેલ માલપોરા વિસ્તાર પાસે શ્રીનગર જમ્મૂ હાઈવે પર આ હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. જોકે આ હુમલા બાદ સેના દ્વારા આતંકીઓને હાલ ઘેરી લેવામાં આવ્યા છે. આ હુમલામાં બધાજ BSFના જવાનો સુરક્ષીત છે કોઈને ઈજા નથી પહોચી. જોકે હુમલો કર્યા બાદ ત્રણ આંતકીઓ ત્યા સ્થળ પર ફસાઈ ગયા છે. જેમને સેના શોધી રહી છે. સાથે સેના દ્વારા સર્ચ ઓપરેશન પણ યથાવત રાખવામાં આવ્યું છે. કાશ્મીરના આજીપી દ્વારા આ હુમલા મામલે માહિતી આપવામાં આવી છે. જેમા તેમણે કહ્યું કે આંતકિઓએ BSFના જવાનો પર હુમલો કર્યો છે. પરંતુ આ હુમલામાં કોઈને ઈજા નથી પહોચી.સાથેજ તેમણે કહ્યું કે સેના દ્વારા આંતકીઓને ઘેરી લેવામાં આવ્યા છે. બંને સામસામે ગોળીબારી કરી રહ્યા છે. ઘટનાને લઈને સ્થાનિક પોલીસ CRPF અને આર્મીના સિનિયર અધિકારીઓ પણ સ્થળ પર પહોચી ગયા છે.