અફઘાનિસ્તાનની સરકારી બિલ્ડીંગ પર આંતકવાદી હુમલો,40ના મોત

સમગન-

અફઘાનિસ્તાનના ઉત્તરીય પ્રાંત સમનગમાં એક સરકારી કમ્પાઉન્ડમાં કાર બોમ્બ વિસ્ફોટના પગલે બંદૂકધારીઓ સુરક્ષા દળો સાથે અથડામણ થયા બાદ 40 થી વધુ લોકો, મોટાભાગે નાગરિકો, ઘાયલ થયા છે.

અધિકારીઓએ જણાવ્યું છે કે સોમવારે તાલિબાન જૂથ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો,હુમલો ગુપ્તચર એજન્સી, નેશનલ ડિરેક્ટોરેટ ઓફ સિક્યુરિટી (NDS) ની એક ઓફિસની નજીક, સમંગનની રાજધાની આઈબેકમાં એક સરકારી સુવિધા ખાતે થયો હતો.સમંગનના પ્રાંત સરકારના પ્રવક્તા મોહમ્મદ સેદિક અઝીઝીએ જણાવ્યું હતું કેઆ એક જટિલ હુમલો છે જે કાર બોમ્બથી શરૂ થયો હતો. "હુમલો કરનારાઓ સાથે હજુ પણ અથડામણ ચાલુ છે," 

પ્રાંતના આરોગ્ય નિયામક, ખલીલ મુસાદેકે જણાવ્યું હતું કે આ હુમલામાં બાળકો સહિત 43 નાગરિકો અને સુરક્ષા દળના સભ્યો ઘાયલ થયા છે, આ સંખ્યા વધવાની અને મૃત્યુનો આંક પણ વધી શકે છે. સાક્ષી વસેહ સુહેલે જણાવ્યું હતું કે NDS કમ્પાઉન્ડની અંદર હજી પણ ગોળીબાર સાંભળી શકાય છે. "તે એક વિસ્ફોટ હતો જેણે અમારી બધી બારીઓને તોડી નાખી," હસીબ.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution