વડોદરા, તા.૧૭
વડોદરા શહેરમાં કાંડો થાય તેની હવે કોઇને નવાઇ નથી, કારણ કે પોલીસની રહેમ નજર હેઠળ તેમજ લાગતા વળતા તંત્રની ગંભીર બેદરકારીને કારણે શહેરમાં અનેક કાંડો થયાં છે અને પજુ થઈ રહ્યાં છે. થોડા સમય અગાઉ જ પાલિકા તંત્રના પાપે બોટ કાંડ થયો હતો, હજુ તેની શાહી સૂકાઇ નથી ત્યાં તો નવો અકસ્માત કાંડ સર્જાયો છે, જેમાં ૧૦ નિર્દોષના મોત નીપજ્યાં છે. ઓ અકસ્માત કાંડમાં વડોદરા શહેરના ત્રણ કમભાગી સામે છે. જાેકે, બાકીના મોતને હવાલે થયેલાં લોકોએ પણ મોતની આ સવારી વડોદરાના અમિતનગર ખાતેથી જ પકડી હતી.
શહેરના અમિતનગર બ્રિજ નીચેથી ગેરકાયદેસર ચાલતા ટેક્સી સ્ટેન્ડ કોઇ પણ પોલીસ અધિકારી કે તંત્રને દેખાતું નથી. જાે તંત્રએ ગેરકાયદેસર ચાલતા ટેક્સી સ્ટેન્ડ સામે પગલાં લીધાં હોત તો આજા ૧૧ જીવ બચી ગયાં હોત. આજ રોજ બપોરના સમયે આશરે ૧૨થી ૧૨.૩૦ વાગ્યા વચ્ચે ૧૦ પેસેન્જરોને ભરીને જીજે ૨૭ ઇસી ૨૫૭૮ નંબરની અર્ટિગા ગાડી અમદાવાદ જવા નીકળી હતી. આ અર્ટિગા ગાડી અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા કરણ ગીરીશભાઇ બ્રહ્મભટ્ટની હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ ગાડી કરણ બ્રહ્મભટ્ટે ૨૦ એપ્રિલ ૨૦૨૩ના રોજ રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાનું પણ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. જેમાં યોગેશભાઇ નરેન્દ્રભાઇ પંચાલ (રહે, અમદાવાદ), સુરેન્દ્રસિંહ રાવત (રહે, રાજસ્થાન ડ્રાઇવર), નીલકુમાર મુકેશકુમાર ભોજાણી (રહે, વડોદરા), જયશ્રીબેન મનોજભાઇ મિસ્ત્રી (રહે, વડોદરા), સોલંકી અમિત મનોજ (રહે, વાપી) શાહબુદ્દીન અબ્દૂલશકર અંસારી (રહે, મુબઇ), નીલ મુકેશ ભોજવાણી (રહે, વડોદરા) સહિત કુલ ૧૦ લોકો અમદાવાદ જઈ રહ્યાં હતા. વડોદરાથી અમદાવાદ તરફ જઇ રહેલી કાર નડીયાદ પાસે બાજુમાં ટેન્કર પાર્ક કરીને ઉભી હતી. તે ટેન્કરની પાછળ કાર ઘૂસી જતાં હાઇવે પર મરણચીસો ગુંજી ઉઠી હતી. ટેન્કર પાછળ જે ઘૂસી ગઇ હતી, એમાં કુલ ૧૦ લોકો સવાર તમામ લોકોના મોત નીપજ્યાં હતા.
નીલ ભરૂચ મેડિકલ કોલેજનો વિદ્યાર્થી હતો
વડોદરા-અમદાવાદ એકસપ્રેસ હાઇવે અકસ્માતમાં ૨ લોકો વડોદરાના પણ છે, જેમાંથી એક યુવક નીલ ભોજાણી હરણી વારસિયા રોડ પર આવેલા દયાલનગરનો રહેવાસી હતો અને તે ભરૂચ ખાતે એમબીબીએસનો અભ્યાસ કરતો હતો. એકના એક પુત્રના મૃત્યુના સમાચાર સાંભળતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. નીલે તાજેતરમાં જ ભરૂચ મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં એડમિશન લીધું હતંુ.
પુત્રવધૂની ડિલિવરી કરાવવા દુબઇથી આવેલા જયશ્રીબેન મોતને ભેટયાં
વારસિયા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં રહેતા ૫૭ વર્ષીય જયશ્રીબેન મિસ્ત્રીને પણ કાળ ભરખી ગયો છે. તેઓ કામ માટે અમદાવાદ જવા માટે નીકળ્યાં હતા. ૧૧ વર્ષથી દુબઇ રહેતા જયશ્રી બેન ૨૧ ફેબ્રુઆરીના ભારત રોજ આવ્યા હતા અને ૨૦ એપ્રિલના રોજ પરત દુબઇ જવાના હતા. તેઓ પુત્રવધુની ડિલીવરી માટે ભારત આવ્યા હતા અને કાળ ભરખી ગયો.