રાજસ્થાન-હરિયાણામાં તાપમાન ૪૭ ડિગ્રીને પાર


નવી દિલ્હી,: રાજસ્થાન અને હરિયાણામાં પારો ૪૭ ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હરિયાણાના સિરસામાં મહત્તમ તાપમાન ૪૭.૮ ડિગ્રી અને રાજસ્થાનના પિલાનીમાં ૪૭.૨ ડિગ્રી હતું. હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં આગામી પાંચ દિવસ માટે હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે.ભારતીય હવામાન વિભાગના સીનિયર વૈજ્ઞાનિક નરેશ કુમારે કહ્યું કે રાજસ્થાનમાં આગામી ૫ દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસથી વધીને ૪૭ ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પંજાબ અને હરિયાણામાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જાે કે અહીં તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો વધારો થશે. ઉત્તર પ્રદેશમાં આગામી પાંચ દિવસ માટે રેડ એલર્ટ અને મધ્યપ્રદેશમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.બીજી તરફ, બંગાળની ખાડીમાં લો પ્રેશર ક્ષેત્રની રચનાને કારણે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવના છે. બુધવારે કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના દક્ષિણ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આ રાજ્યોમાં આગામી ૨-૩ દિવસમાં ૧૨ સેમી જેટલો વરસાદ પડી શકે છે ૈંસ્ડ્ઢ અનુસાર, રાજ્યમાં છેલ્લા સપ્તાહમાં એટલે કે ૯ મેથી ૧૫ મે વચ્ચેના સરેરાશ વરસાદની સરખામણીમાં ૫૫ ટકા ઓછો વરસાદ નોંધાયો હતો. અત્યાર સુધીમાં સરેરાશ ૩.૯ મી.મી. વરસાદ પડે છે, પરંતુ રાજ્યમાં અત્યાર સુધીમાં માત્ર ૧.૮ મિ.મી. માત્ર વરસાદ નોંધાયો છે. જાે કે, હવામાનશાસ્ત્રીઓના મતે આ વખતે ચોમાસામાં સારો વરસાદ થવાના સંકેતો છે મધ્યપ્રદેશમાં, ગ્વાલિયર-ચંબલ અને માલવા-નિમારમાં દિવસનું તાપમાન ૪૫ ડિગ્રીથી વધુ છે. ૈંસ્ડ્ઢ ભોપાલના વરિષ્ઠ હવામાનશાસ્ત્રી ડૉ. વેદપ્રકાશ સિંહે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્ય ૨૪-૨૫ મે દરમિયાન લુની ઝપેટમાં રહેશે. રાજ્યના અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રીને પાર કરી ગયો હતો. રતલામનું તાપમાન ૪૫.૬ ડિગ્રી હતું. દતિયા-નૌગાંવમાં પારો ૪૫.૫ ડિગ્રી, ગુનામાં ૪૫.૪ ડિગ્રી અને ગ્વાલિયરમાં ૪૫ ડિગ્રી નોંધાયો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution