ચુરુમાં તાપમાન ૫૦ને પાર : ઉત્તર પ્રદેશમાં ૬નાં મોત

લખનૌ/જયપુર  : રાજસ્થાનમાં મંગળવારે ગરમીએ નવા રેકોર્ડ બનાવ્યા છે. ચુરુમાં મહત્તમ તાપમાન ૫૦.૫ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. જ્યારે પિલાનીમાં અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. અહીં મહત્તમ તાપમાન ૪૯ ડિગ્રીએ પહોંચી ગયું હતું. અગાઉ, ૨ મે, ૧૯૯૯ ના રોજ, પિલાનીમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ૪૮.૬ ડિગ્રી હતું, જે મંગળવારે રાજસ્થાનમાં આ સિઝનનો સૌથી ગરમ દિવસ હતો. ચુરુમાં મહત્તમ તાપમાન ૫૦.૫ ડિગ્રીએ પહોંચી ગયું હતું. જાેકે, ૨૦૧૯માં ચુરુમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ૫૦.૮ ડિગ્રી નોંધાયું હતું. પિલાનીમાં તાપમાનનો પારો અગાઉના તમામ રેકોર્ડ તોડીને ૪૯ ડિગ્રીએ પહોંચી ગયો હતો. રાજધાની જયપુરમાં પણ આ સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. જયપુરમાં આજે મહત્તમ તાપમાન ૪૬.૬ ડિગ્રી હતું .જયપુરમાં હીટવેવને કારણે એક વિદ્યાર્થીનું મોત થયું હતું. ૨૨ વર્ષનો યુવક પરીક્ષા આપવા માટે જયપુર આવ્યો હતો. પરીક્ષા આપીને કોલેજમાંથી બહાર નીકળતી વખતે બેહોશ થઈ ગયો. આ પછી જયપુરિયા હોસ્પિટલના ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. બુંદીના રામગઢ અભયારણ્યમાં હીટ સ્ટ્રોકના કારણે ૧૦ રાષ્ટ્રીય પક્ષી મોરના મોત થયા છે. મોરના મોત બાદ વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. વન વિભાગના અધિકારીઓએ ડોકટરોની હાજરીમાં મોરનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. નૌતપાના ત્રીજા દિવસે મે મહિનામાં ઉત્તરપ્રદેશમાં ઝાંસી રાજ્યનું સૌથી ગરમ હતું, અહીંનો પારો ૪૮.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. આટલો પારો અહીં ૧૩૨ વર્ષ પહેલા નોંધાયો હતો. આ સાથે જ આગરામાં ગરમીએ છેલ્લા ૨૬ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે.અહીંનો પારો ૪૭.૮ ડિગ્રી સેલ્સિયસ હતો, જે રાજ્યનું બીજું સૌથી ગરમ શહેર હતું. આ પહેલા ૨૭ મે ૧૯૯૮ના રોજ આગ્રાનું મહત્તમ તાપમાન ૪૮.૬ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. ઉત્તરપ્રદેશમાં લુના કહેરથી લોકડાઉન ડેવા માહોલ જાેવા મળ્યો હતો. આગ ઓકતી ગરમીના કારણે યુપી કેટલીક જગ્યાએ ટ્રાન્સફરોર્મરો ફૂંકાવાના અને રેલવેના પાટા વાંકાચૂક ાથઇ ગયેલા જાેવા મળયા હતા.મૈનપુરીમાં ૪૩.૬ ડિગ્રી હતું. બુદેલખંડમાં ભીષણ ગરમીના કારણે છ લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં ત્રણ ચિત્રકૂટના, બે મહોબાના અને એક-એક હમીરપુર અને ઔરૈયાના હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution