ગાંધીનગર-
ગાંધીનગર શહેરમાં રહેતાં દંપતી વચ્ચે અવારનવાર થતાં ઝગડા ઓ થી ત્રાસી ને પત્ની પોતાના પિયર રિસામણાં જતી રહેતા પતિએ તેની પ્રેમિકાને જ પત્ની તરીકે સાથે રાખી લેતા સાસુ એ પણ અવૈધ સંબંધોને સંમતિ આપી દીધી હોઈ લગ્ને લગ્ને કુંવારા જેવો ઘાટ ઘડાયો હતો. ત્યારે પીડિત મહિલાની વ્હારે આવેલી અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા પતિ પત્ની ઓર વોનાં ઝગડાનું સમાધાન કરાવી ફરીથી પીડિત મહિલાનો ઘર સંસાર પાટા ઉપર લાવી દેવામાં આવ્યો છે.
રાજયના પાટનગર ગાંધીનગર શહેરમાં સ્ત્રી અત્યાચારના બનાવો એ માજા મુકી દીધી હોય હોય એવું લાગી રહ્યું છે ત્યારે સંસ્કારી શહેર તરીકે ની છાપ ધરાવતા શહેરમાં કોઈએ મદદ ન કરતાં તેને અભયમ હેલ્પલાઇન ની દ્વાર ખવડાવવા પડ્યા હોવાની ઘટના સામે આવી છે. ગાંધીનગરમાં રહેતી રીટા નાં લગ્ન આજથી દસ વર્ષ અગાઉ સંજય સાથે થયા હતા. બાદમાં લગ્નના હક્કો ભોગવવા રીટા પતિ સંજય સાથે ગાંધીનગરમાં રહેવા લાગી હતી. શરૂઆતમાં સંજય અને સાસરિયાં ઓ રીટાને સારી રીતે રાખતા હતા. પરંતુ સમય જતાં ઘરમાં નાના નાના ઝગડા શરૂ થઈ ગયા હતા. આ દરમિયાન રીટા એ દીકરીને(ઉ. ૬)જન્મ આપ્યો હતો. ત્યારથી રીટા પ્રત્યે પતિ સંજય અને તેની સાસરીના લોકોનો સ્વભાવ બદલાઈ ગયો હતો. ધીમે ધીમે ઝગડા ઓ રોજબરોજ નાં થતાં જતા રીટા દીકરીને લઈ પોતાના પિયર રિસામણાં જતી રહી હતી.
પતિ સંજય સાથે થતી અવારનવારની માથાકૂટથી ત્રાસીને રીટા પોતાની દીકરીને લઈ ઘણા લાંબા સમયથી પિયરમાં જ રહેતી હતી. આ સમય ગાળા દરમિયાન સંજયને ગાંધીનગરની માધુરી સાથે પ્રેમ થઈ ગયો હતો. સંજય અને માધુરી પ્રણયનાં ફાગ ખેલવામાં એટલા ઓતપ્રોત થઈ ગયેલા કે સંજય તેની દીકરીના ભવિષ્યની પણ ચિંતા કરતો ન હતો. તો બીજી તરફ માધુરી પણ પોતે પરણિત પ્રેમી સાથે પ્રણય ફાગ ખેલવામાં અંધ બની ગઈ હતી. પોતાના પુત્ર સંજય નો સંસાર ઘર કંકાસ નાં લીધે તૂટવાની અણી પર હોવાથી સાસુ સરિતા એ પણ પુત્ર પ્રેમ માં અવૈધ સંબંધોને સ્વીકૃતિ આપી દીધી હતી. જેનાં પગલે સંજય પ્રેમિકા માધુરીને પોતાના ઘરે જ લઈ આવ્યો હતો. અને બન્ને લગ્ન કર્યા વિના જ પતિ પત્નીની જેમ રહેવા પણ લાગ્યા હતા. ત્યારે સાસુ સરિતાએ પણ પુત્ર સંજય અને માધુરીને પ્રોત્સાહન આપવામાં કાંઈ બાકી રાખ્યું ન હતું.
લાંબા સમય ના અંતરાલ પછી રીટા પણ દીકરીના ભવિષ્ય ખાતર મોટું મન રાખી પતિ સંજય સાથે રહેવા તૈયાર થઈ હતી. તેવામાં તેને ખબર પડી કે સંજય અને માધુરી તેની જ સાસરીમાં તેના જ બેડ રૂમમાં પતિ પત્ની ની બની પ્રણય ફાગ ખેલી રહ્યા છે. આથી તે સાસરીમાં દોડી ગઈ હતી જેણે પોતાના પતિ તેમજ સાસુને સમજાવ્યા હતા. પરંતુ બન્ને એ રીટાને રાખવાની નાં પાડી દીધી હતી. કોરોનાની મહામારી વચ્ચે સૌ કોઈ એકબીજાથી દૂર ભાગી રહ્યા છે એવામાં રીટાની સમસ્યાનું નિરાકરણ લાવવા વાળુ કોઈ તરત આવ્યું ન હતું. આખરે એક કોલ રીટાએ કરતાં ગાંધીનગર મહિલા હેલ્પ લાઈન ટીમ તાબડતોબ તેની પાસે પહોંચી ગઈ હતી. રીટાની રજૂઆત સાંભળીને મહિલા ટીમ તેની સાસરીમાં પહોંચી હતી. જ્યાં સંજય તેમજ સાસુ સરિતાનું કાઉન્સેલિંગ કર્યું હતું. ઉપરાંત માધુરીને પણ ઘર સંસાર તોડવામાં ભાગ નહીં ભજવવાની સમજણ આપી તેઓનું સુખદ સમાધાન કરાવ્યું હતું. જયારે માધુરી પણ અભયમ ટીમની સમજાવટથી પોતાના ઘરે જતી રહી હતી.
(નોંધ. તમામ નામ કાલ્પનિક છે)