અમદાવાદ-
ગુજરાતમાં કોરોના ને કારણે હવે અતિગંભીર સ્થિતિ સર્જાઈ છે. હોસ્પિટલોમાં બેડ ફૂલ થઇ ગયા છે, ઇન્જેકશનો મળી રહ્યા નથી પણ નેતાઓ રાજકારણ કરવાનું ભૂલતા નથી. સુરતમાં ભાજપ કાર્યાલય પર રેમેડિઝ્વર ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. બહાજપ કાર્યાલય ની બહાર લાંબી લાઈન લાગી ગઈ છે.જ્યારે મેડિકલ અને હોસ્પિટલોમાં આ ઇન્જેક્શન પુરા થયા છે ત્યારે ભાજપ કાર્યાલય પર ઈન્જેકશ ક્યાંથી આવ્યા તે મોટો પ્રશ્ન છે.
બે દિવસ પહેલા ખુદ સુરતના કલેકટરે સત્તાવાર રીતે કહ્યું હતું કે વહીવટી તંત્ર પાસે પૂરતા પ્રમાણમાં ઇન્જેક્શન નથી. જ્યારે હવે 1000 ઈન્જેક્શન ભાજપ કાર્યાલયે પહોંચ્યા છે. લોકો તેમજ વિરોધ પક્ષના નેતાઓ પૂછી રહ્યા છે કે આ ઇન્જેક્શન ક્યાંથી અ આવ્યા અને કોણે ખરીદ્યા? કલેકટરે આની તપાસ કરાવવી જોઈએ. વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ ભારતીય જનતા પાર્ટી પર સરકાર અને ખાનગી હોસ્પિટલોમાં ઈંજેકશન ફાળવવાને બદલે રાજકીય લાભ માટે ઉપયોગમાં લેવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે જો પ્રશાસન પાસે આટલી મોટી માત્રામાં ઇન્જેક્શન ન હોય, પરંતુ ભાજપ કાર્યાલય પહોંચતા હોય, તો સ્વાભાવિક રીતે આખી પ્રક્રિયા શંકાના દાયરામાં આવે છે. આવી ગંભીર સ્થિતિમાં પણ ભાજપ ગંદુ રાજકારણ કરી રહ્યું છે. નિષ્ણાંતોના મતે આ ઈંજેક્શન ફેફસામાં ચેપ ફેલાવતા અટકાવે છે. તે કોરોના કટોકટી દરમિયાન વિશેષ જરૂરિયાત છે અને તે ઘણા કેસમાં અસરકારક સાબિત થયુ છે. જો કોઈ વ્યક્તિ કોરોનાથી ગંભીર સ્થિતિમાં પહોંચી ગઈ હોય, તો તેને આ ઇન્જેક્શનની જરૂર પડે છે.