મુંબઇ
સિદ્ધાર્થ શુક્લા અને સોનિયા રાઠી, વેબ સિરીઝ બ્રોકન બટ બ્યુટીફુલ સીઝન ૩ માં લીડ એક્ટર તરીકે જોવા મળશે .ફિલ્મના નિર્માતાઓએ એક નવું મ્યુઝિકલ ટીઝર રીલીઝ કર્યું છે. જેમાં બંનેને જોઇ શકાય છે. બિગ બોસ ૧૩ના વિજેતા સિદ્ધાર્થ શુક્લા અને અભિનેત્રી સોનિયા રાઠી ટૂંક સમયમાં બ્રોકન બટ બ્યુટીફૂલની ત્રીજી સીઝનમાં જોવા મળશે.આલ્ટ બાલાજી અને જી૫નાં આ શો માં પહેલા વિક્રાંત મેસ્સી અને હરલીન સેઠી જોવા મળ્યા હતા.
સિદ્ધાર્થે બિગ બોસની પાછલી સીઝનમાં જીત મેળવી હતી. આ શોમાં તે અગસ્ત્યની ભૂમિકા નિભાવવા માટે ઉત્સુક છે. સિદ્ધાર્થે આ ભૂમિકા વિશે જણાવ્યું હતું કે, 'બ્રોકન બટ બ્યુટિફૂલની આગામી સીઝન સાથેનાં મારા જુડાવને લઈને હું ઉત્સાહિત છું. આ શો ખૂબ પસંદ કરવામાં આવ્યો છે. આ શો વિશે મેં ઘણી સારી વાતો સાંભળી છે. હું એકતા કપૂર સાથે આ શોમાં કામ કરવા માટે ઉત્સાહિત છું. હું તેનો આદર કરું છું અને હું કામ કરવા માટે ઉત્સુક છું. '
સોનિયા એક ઉભરતી અભિનેત્રી છે અને આ શોમાં રૂહીનો રોલ કરશે. તેમણે કહ્યું હતું કે તેને આ ભૂમિકા ગમી છે કારણ કે તે તેના જેવી જ છે. સોનિયા કહે છે, 'મને રૂહીની ભૂમિકા ગમતી હતી, તે જે બાબતો માટે સ્ટેન્ડ લે પોતાનો મુદ્દો રાખે છે, તે ખૂબ જ સારી બાબત છે. આ શોમાં લાગણીઓના ઉતાર-ચઢાવ જોવા મળશે.બ્રોકન બટ બ્યુટીફુલ સીઝન 3 નું શૂટિંગ જલ્દીથી શરૂ થશે. હમણાં નિર્માતા દ્વારા સિદ્ધાર્થ અને સોનિયાનું મ્યુઝિકલ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.
નિર્માતાઓએ આ વિશે લખ્યું, 'દરેક અંત સાથે એક નવી શરૂઆત થાય છે અને આ અમારા હૃદયની નજીક છે. આજે આ યાત્રા શરૂ થાય છે કારણ કે અમે તમને રૂમી અને અગત્સ્ય સાથે મલાવી રહ્યા છે. .