ટીમ ઈન્ડિયા શ્રીલંકા પ્રવાસ માટે રવાના : હાર્દિક પંડ્યાએ ગંભીર અને નૈયરને ગળે લગાવ્યો


નવી દિલ્હી:  ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા પ્રવાસ માટે રવાના થઈ ગઈ છે. 27મી જુલાઈથી શરૂ થનારા આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયા નવા કોચ ગૌતમ ગંભીર અને તેના કોચિંગ સ્ટાફ સાથે જોવા મળશે. ભારતે 27 જુલાઈથી આ પ્રવાસ પર સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ પ્રથમ ત્રણ T20 મેચોની શ્રેણી રમવાની છે. આ પછી, ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટન્સીમાં 2 ઓગસ્ટથી 3 વનડે મેચોની શ્રેણી રમશે. ભારતનો આ પ્રવાસ 27 જુલાઈથી શરૂ થઈને 7 ઓગસ્ટ સુધી ચાલશે. આ પ્રવાસ પર ટી20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ છે. જેણે 7 T20 મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું છે, સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ એરપોર્ટ પર પહોંચતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ખેલાડીઓ પણ બસમાં બેઠેલા જોવા મળ્યા હતા. વીડિયોમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ, વાઈસ કેપ્ટન શુભમન ગિલ અને પૂર્વ કેપ્ટન હાર્દિક પંડ્યા પણ જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં હાર્દિક પંડ્યા એરપોર્ટ પર ટીમના નવા બેટિંગ કોચ અભિષેક નૈયર સાથે જોવા મળી રહ્યો છે. બંને એકબીજાને ગળે લગાવતા જોઈ શકાય છે. રોહિત શર્માની T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ હાર્દિકને બીજા ટી20 કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો હતો, પરંતુ કોચ ગૌતમ ગંભીર અને પસંદગીકારોએ સૂર્યકુમાર યાદવને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. ગૌતમ ગંભીર ભારતીય ટીમના નવા કોચ બન્યા છે.. આ પહેલા ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો અને મીડિયાકર્મીઓના ઘણા સવાલોના જવાબ આપ્યા હતા.

T20 ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ, મોહમ્મદ સિરાજ.

ODI ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), શ્રેયસ અય્યર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રાયન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ, હર્ષિત રાણા.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution