૮૦ વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને ૫ લાખ રૂપિયાની આવક સુધી ટેક્સમાં છૂટ


નવીદિલ્હી,તા.૨૫

નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે ૈં્‌ઇ ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ છે. હાલમાં ૫ લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. ઘણા લોકોને એવી ગેરસમજ છે કે ટેક્સ સ્લેબ વધારીને ૫ લાખ રૂપિયા કરી દેવામાં આવ્યો છે. પણ એવું નથી. ૫ લાખ રૂપિયા સુધીની આવક પર તમને ૧૨,૫૦૦ રૂપિયાની છૂટ મળે છે. તેથી, ૫ લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ જવાબદારી નથી.

૨.૫ લાખ રૂપિયા સુધીના પગાર પર જ ટેક્સ છૂટ છે. આનાથી વધુ પગાર પર તમારે ટેક્સ ચૂકવવો પડશે. તમને રૂ. ૧૨,૫૦૦ સુધીનું રિબેટ મળતું હોવાથી તમારી ટેક્સ જવાબદારી દૂર થઈ જાય છે.જાે તમારો પગાર ૨.૫ લાખ રૂપિયાથી વધુ છે તો તમારે ટેક્સ રિટર્ન ફાઈલ કરવું ફરજિયાત છે. ૨.૫ લાખ રૂપિયાથી ઓછો પગાર ધરાવતા લોકો ઈચ્છે તો ૈં્‌ઇ ફાઈલ કરી શકતા નથી. તેથી, જાે તમે ટેક્સ નહીં ભરો તો તમારે રિટર્ન ભરવાની જરૂર નથી એવું વિચારવું તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.

જાે તમારો પગાર ૨.૫ લાખ રૂપિયાથી વધુ છે તો તમારે ટેક્સ રિટર્ન ફાઈલ કરવું ફરજિયાત છે. ૨.૫ લાખ રૂપિયાથી ઓછો પગાર ધરાવતા લોકો ઈચ્છે તો ૈં્‌ઇ ફાઈલ કરી શકતા નથી. તેથી, જાે તમે ટેક્સ નહીં ભરો તો તમારે રિટર્ન ભરવાની જરૂર નથી એવું વિચારવું તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.કેટલાક નાગરિકોને ૫ લાખ રૂપિયા સુધીના પગાર પર પણ ટેક્સ છૂટ મળે છે. ભારતમાં, ૮૦ વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને ૫ લાખ રૂપિયાની આવક સુધી ટેક્સમાં છૂટ મળે છે.આ સિવાય ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને ૩.૫૦ લાખ રૂપિયાની આવક સુધી ટેક્સ ચૂકવવો પડતો નથી. ૬૦ વર્ષથી ઓછી ઉંમરના તમામ લોકો માટે ટેક્સ મુક્તિ મર્યાદા ૨.૫ લાખ રૂપિયા છે.ૈં્‌ઇ ફાઇલ કરવાના કેટલાક ફાયદા છે. જાે તમારો ટીડીએસ કાપવામાં આવેલો તમારી કુલ આવક પર કાપવામાં આવેલા ટેક્સ કરતાં વધુ છે, તો તમે રિફંડનો દાવો કરી શકો છો. તમારા માટે લોન મેળવવી સરળ બની જશે. વિઝા પ્રક્રિયા એકદમ સરળતાથી પૂર્ણ થાય છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution