ટાટા એરક્રાફ્ટની કામગીરી પૂરજાેશમાં ઃ ૫ીએમ ઉદ્‌ઘાટન કરશે


ભારતમાં પ્રાઈવેટ હેલિકોપ્ટરનું ઉત્પાદન થશે અને સ્થાનિક જરૂરિયાતો પૂરી કરવા સાથે પડોશી દેશોને પણ તેનો લાભ મળશે. આ સ્વપ્ન ટાટા ગ્રૂપ અને ફ્રેન્ચ એરક્રાફ્ટ નિર્માતા કંપની એરબસે વચ્ચે થયેલા કરાર બાદ પૂરું થવા જઇ રહ્યુ છએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં વડોદરામાં બનનાર ઉત્પાદન યુનિટનું ભૂમિપૂજન કરાયું હતું. ત્યારે હવે, આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જ તેનું લોકાર્પણ કરાશે. હાલ ઉત્પાદન યુનિટનું કામ પૂર જાેશમાં ચાલી રહ્યું છે.

ખોડિયાર નગર વિસ્તારમાં ટાટા અને એરબસના સી-૨૯૫ એરક્રાફ્ટનું ઉત્પાદન યુનિટ તૈયાર કરવાની કામગીરી પુરજાેશમાં થઇ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એરક્રાફ્ટ માટે જરૂરિયાતના આધારે દેશના વિવિધ શહેરો અને રાજ્યોમાં જરૂરી ભાગો બનાવશે. એટલું જ એરક્રાફ્ટની પ્રથમ સ્ક્વોડ્રન પણ વડોદરામાં ઉભી કરાઈ રહી છે.

સિવિલ હેલિકોપ્ટર બનાવવા માટે ટાટા અને એરબસ વચ્ચે એક કરાર થયો છે. આ કરાર હેઠળ બંને કંપનીઓ સંયુક્ત રીતે એચ-૧૨૫ સિંગલ એન્જિન હેલિકોપ્ટરનું નિર્માણ કરશે. ભારતના વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ ટૂંક સમય પહેલા જણાવ્યું હતું કે, તેનું ઉત્પાદન ભારત અને કેટલાક પડોશી દેશોમાં નિકાસ માટે કરાશે. ૪૦ સી-૨૯૫ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું ઉત્પાદન પણ એરબસ અને ટાટા ગ્રુપ દ્વારા કરાશે. જે માટે ગુજરાતના વડોદરામાં ખાસ ઉત્પાદન યુનિટ તૈયાર થઇ રહ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત અને ફ્રાન્સે એક રોડમેપ તૈયાર કર્યો છે. જે અનુસાર ટાટા અને એરબસ વચ્ચે રૂ. ૨૧,૯૩૫ કરોડનો કરાર થયો છે. રોડમેપ મુખ્ય સૈન્ય હાર્ડવેર અને પ્લેટફોર્મના સહ-વિકાસ અને સહ-ઉત્પાદનમાં મદદ કરશે. આ સાથે જ સ્પેસ, ભૂમિ યુદ્ધ, સાયબર સ્પેસ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સહિત અનેક ક્ષેત્રોમાં ટેક્નોલોજી સહયોગ પણ પૂરો પાડશે. આ કરાર અનુસાર, જૂના એવરો-૭૪૮ની બદલે ઝ્ર-૨૯૫ એરક્રાફ્ટ ખરીદાશે. ભારતે કુલ ૫૬ એરક્રાફ્ટની માગણી કરી હતી. જેમાંથી ૪૦ એરક્રાફ્ટ વડોદરામાં બનશે.

હાલ ૬૦૦થી ૮૦૦ હેલિકોપ્ટરની માગ

વડોદરા ખાતે ઉત્પાદન થનાર ટાટા અને એરબસ જેવા હેલિકોપ્ટરની માર્કેટમાં માગ ૬૦૦થી ૮૦૦ની છે. જેની વિશેષતાની વાત કરી એતો ૐ૧૨૫ હેલિકોપ્ટર ઊંચાઈ પર અને ગરમ વાતાવરણમાં શ્રેષ્ઠ કામગીરી કરે છે. જેનો ઉપયોગ મેડિકલ એરલિફ્ટ, સર્વેલન્સ મિશન, ફાયર ફાઈટીંગ, એરિયલ સર્વે અને પેસેન્જર ટ્રાન્સપોર્ટેશન માટે કરાશે. ઉપરાંત ૐ૧૨૫ હેલિકોપ્ટરનો ઉપયોગ વિવિધ દેશોના સશસ્ત્ર દળો દ્વારા ટ્રેનિંગ માટે પણ કરાશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution