લોકસત્તા ડેસ્ક
દરરોજ કંઇક નવુ ખાવાની ઇચ્છા ધરાવતા લોકો માટે આ એકદમ સરલ અને સાદી રેસીપી છે.આજે જ ટ્રાય કરો. મખની પાસ્તા બનાવા માટે સૌ પ્રથમ પાસ્તા બનાવવા માટે જોઈશે.
3 થી 4 કપ : પાસ્તા ,જરુર મુજબ : પાણી, 1 ચમચી : તેલ અને સ્વાદાનુસાર : મીઠું, હવે ગ્રેવી બનાવા માટે જોયસે , 1 ચમચી : તેલ , 2 ચમચી : બટર , 1/2 :ચમચી જીરું, 1 ચમચી : કસુરી મેથી , 2 નંગ : ડુંગળી , 3 : લીલા મરચા, 1 ટુકડો :આદું , 3 સુકા : લાલ મરચા, 2 ચમચી : મગજતરીના બી, 2 નંગ : ટામેટા , સ્વાદાનુસાર : મીઠું, 2 ચમચી : લાલ મરચું, પા ચમચી : હળદર , 2 ચમચી : ધાણા જીરું, 1 ચમચી : ગરમ મસાલો , 2 ચમચી : કીચનકીગ મસાલો, 1 નંગ : કેપ્સીકમ, 2 ચમચી : મલાઈ , 1 ચમચી : ચીલી ફલેકસ અને થોડા ધાણા.
-સૌથી પહેલા એક તપેલીમાં પાણી લો તેમાં મીઠું અને તેલ નાખી ગરમ કરો ત્યારબાદ તેમાં પાસ્તા નાખીને ચડવા દો.
-પાસ્તા બરાબર ચઢી જાય પછી તેને કાણાં વાળા વાસણમા કાઢી લો.
-હવે એક કઢાઇમા તેલ અને બટર ગરમ કરો તેમાં જીરું, કસુરી મેથી નાખો ત્યારબાદ ડુંગળી નાખી સાંતળી લો
-હવે તેમાં લીલા મરચા, આદું, સૂકા લાલ મરચા, અને મગજતરીના બી નાખી બરાબર હલાવી લો હવે તેમાં ટામેટા નાખી ચઢવા દો.
-ટામેટા બરાબર ચઢી જાય એટલે તેણે ઠંડું થવા દો હવે તેને પીસી ગ્રેવી બનાવી લો.
-ત્યારબાદ કઢાઇમા તેલ નાખી રેડી કરેલી ગ્રેવી નાખો થોડી વાર પછી તેમા લાલમરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો , કીચનકીગ મસાલો અને મીઠું નાખો.
-હવે તેમાં ઝીણું સમારેલું કેપ્સીકમ નાખી બરાબર હલાવી લો ત્યારબાદ તેમાં મલાઈ નાખી બાફેલા પાસ્તા નાખી બરાબર હલાવી લો. હવે સર્વિંગ બાઉલમાં કાઢી ઉપર થી ચીલી ફલેકસ અને ધાણા મુકી સર્વ કરો