૨૦૨૬ સુધીમાં રાજકોષીય ખાધને ઘટાડીને જીડીપીના ૪.૫% અથવા તેનાથી પણ વધુ નીચે લાવવાનો લક્ષ્યાંક


નવી દિલ્હી,તા.૩૦

સરકારનું કુલ દેવું (જવાબદારી) માર્ચ ૨૦૨૪ના અંત સુધીમાં ૩.૪% વધીને રૂ.૧૭૧.૭૮ લાખ કરોડ નોંધાયું છે જે ડિસેમ્બરના અંતે રૂ.૧૬૬.૧૪ લાખ કરોડ રહ્યું હતું. તેમાં વર્ષ ૨૦૨૩-૨૪ના ચોથા ક્વાર્ટરમાં ૩.૪%નો વધારો થયો છે. પબ્લિક ડેટ મેનેજમેન્ટ રિપોર્ટ અનુસાર આ ક્વાર્ટર દરમિયાન કુલ દેવામાં જાહેર દેવાનો હિસ્સો ૯૦.૨% હતો.

વચગાળાના બજેટમાં જાહેર કરાયેલી અંદાજિત ઉધાર યોજના ઓછી હોવાને કારણે ભારતીય સ્થાનિક બોન્ડ પર યિલ્ડ નબળી રહી હતી. નાણાકીય વર્ષ ૨૦૨૬ સુધીમાં રાજકોષીય ખાધને ઘટાડીને જીડીપીના ૪.૫% અથવા તેનાથી પણ વધુ નીચે લાવવાનો લક્ષ્યાંક છે. તેના માટે એફપીઆઇ પ્રવાહ જળવાયેલો રહે તેમજ ફુગાવો પણ સ્થિર રહે તે જરૂરી છે. યુએસમાં ફેડરલ રિઝર્વના ર્નિણયો, ફુગાવો તેમજ રોજગાર ડેટાની અસરને કારણે ક્વાર્ટર દરમિયાન યુએસ ટ્રેઝરી યિલ્ડમાં વોલેટિલિટી જાેવા મળી હતી. યુએસમાં ૧૦ વર્ષની યિલ્ડ ક્વાર્ટર દરમિયાન ૪.૩૩% સાથે સર્વાધિક સ્તરે નોંધાઇ હતી. વર્ષ ૨૦૨૩-૨૪ના ચોથા ક્વાર્ટર દરમિયાન એવરેજ યિલ્ડ ઘટીને ૭.૧૯% રહી હતી જે વર્ષ ૨૦૨૩-૨૪ના ત્રીજા ક્વાર્ટર દરમિયાન ૭.૩૭% હતી.

ડેટ સિક્યોરિટીઝની સરેરાશ પાકતી મુદત પણ ઘટીને વર્ષ ૨૦૨૩-૨૪ના ચોથા ક્વાર્ટરમાં ૧૮.૭૫ વર્ષ થઇ છે. કેન્દ્ર સરકારની સિક્યોરિટીઝની માલિકી પેટર્ન દર્શાવે છે કે કોમર્શિયલ બેન્કનો હિસ્સો માર્ચ ૨૦૨૪ના અંતે વધીને ૩૭.૭% થયો છે જે માર્ચ ૨૦૨૩ના અંતે ૩૬.૬% હતો. જ્યારે ઇન્સ્યોરન્સ કંપનીઓનો હિસ્સો માર્ચ ૨૦૨૪ દરમિયાન ૨૬% રહ્યો છે.સરકારે નાની બચત યોજનાઓ પરના વ્યાજદરોને યથાવત્‌ રાખ્યા છે. આગામી ૧ જુલાઇ, ૨૦૨૪થી શરૂ થતી નાની બચત યોજનાઓ પરના વ્યાજદરોને આગામી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી યથાવત્‌ રાખવામાં આવ્યા છે. નોટિફિકેશન અનુસાર, સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ જમા કરાવાયેલી ડિપોઝિટ પર ૮.૨% વ્યાજ મળે છે. જ્યારે ત્રણ વર્ષની ડિપોઝિટ પર ૭.૧% વ્યાજદર છે. જ્યારે પીપીએફ અને પોસ્ટ ઓફિસની બચત પરના વ્યાજદરોને પણ અનુક્રમે ૭.૧% અને ૪% પર યથાવત્‌ રાખવામાં આવ્યા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution