સિરિયલના શુટીંગને મંજુરી મળતાં એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીની ગાડી ધીમે-ધીમે પાટે ચડી રહી છે. 'કસોટી ઝીંદગી કી', 'નાગીન', 'છોટી સરદારની', 'યે રિશ્તા કયા કહલાતા હૈ' સહિતના શોનું શુટીંગ પુરતી સાવધાની સાથે શરૂ કરવામાં આવ્યું છે અને કલાકારો સેટ પરના ફોટો પણ પોસ્ટ કરી રહ્યા છે ત્યારે ટુંક સમયમાં દર્શકોને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના નવા એપીસોડ પણ જોવા મળશે.
શોના ડિરેકટર માલવ રાજડાએ તાજેતરમાં સેટની મુલાકાત લીધી છે અને સેટનો અભ્યાસ કર્યો છે એટલે શોનું શુટીંગ શરૂ થવાની શકયતા પુરેપુરી છે. નવા એપીસોડની વાત થાય છે ત્યારે ઝી ટીવીની 'કુંડલી ભાગ્ય' અને 'કુમકુમ ભાગ્ય' સહિતની સીરીયલના નવા એપીસોડ 13 જુલાઈથી ટેલિકાસ્ટ થવાના છે.