લાંબા સમયથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલથી ફેમસ થયેલા જેઠાલાલ આજે લાખો લોકોના દિલમાં રાજ કરે છે. આજે દિલીપ જાેશીનો જન્મદિવસ છે. આ ખાસ દિવસે જાણો જેઠાલાલ સાથે જાેડાયેલી અજાણી વાતો.ટીવીની દુનિયામાં દરેક શોની સાથે નવી ભૂમિકાને જન્મ આપે છે. આમાંથી કેટલાક સિતારા એવા પણ હોય છે જે લાખો લોકોના દિલમાં રાજ કરે છે. દર્શક સિરીયલને એટલી અપનાવી લેતા હોય છે જેના કારણે જીંદગી ભર એક્ટર્સ એમની ભૂમિકાના નામથી જાણીતા બની ગયા હોય છે. લોકો એમના રોલથી દર્શકોને ઇમ્પ્રેસ કરી દેતા હોય છે. જાે કે રિયલ નામ ભૂલાવી દેતા હોય છે અને પોતાની ભૂમિકાથી લોકોને ખુશ કરી દે છે. એમાંથી એક ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ છે. જેઠાલાલનું રિયલ નામ બહુ ઓછા લોકો જાણે છે.તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોતાની ભૂમિકાથી દર્શકોને ખુશ કરનાર જેઠાલાલ લાખો લોકોના દિલમાં રાજ કરે છે. કોમેડી અને હ્યુમર અંદાજ દર્શકોને ખૂબ પસંદ પડે છે. જેઠાલાલની એક્ટિંગ બાળકોથી લઇને મોટા એમ દરેક લોકોને ખૂબ પસંદ પડે છે. આમ, તમને જણાવી દઇએ કે દિલીપ જાેશી આજે જે સ્ટેજ પર પહોંચ્યા છે એ માટે અનેક ઘણી મહેનત કરી છે. ૧૨ વર્ષની ઉંમરમાં અલગ-અલગ રીતે નાટકમાં એક્ટિગ કરવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ ફિલ્મો અને શોમાં કામ કરવા માટે દિલીપ જાેશીને બહુ લાંબા સમય સુધી રાહ જાેવી પડી હતી.જેઠાલાલ એટલે દિલીપ જાેશીનો જન્મ વર્ષ ૧૯૬૮ માં ગુજરાતના પોરબંદરથી ૧૦ કિમી આગળ ગોસા ગામમાં થયો હતો. જેઠાલાલે પોતાના જીવનમાં અનેક ઘણો સંઘર્ષ કર્યો છે. ફિલ્મોમાં ટીવી શોમાં કામ કરતા પહેલાં અનેક ગુજરાતી નાટકોમાં કામ કર્યુ છે. ત્યારબાદ અનેક વર્ષો સુધી એક બેકસ્ટેજ આર્ટિસ્ટ રીતે કામ કર્યુ અને આ કામ માટે દિલીપ જાેશીને માત્ર ૫૦ રૂપિયા મળતા હતા.દિલીપ જાેશીએ એક્ટિંગની કરિયરની શરૂઆત ૧૯૮૯માં આવેલી ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’થી કરી હતી. આ ફિલ્મમાં રામુની નાની ભુમિકા નિભાવી હતી. આ ફિલ્મ તો હિટ રહી, પરંતુ દિલીપ તરફ કોઇનું ધ્યાન ગયુ નહીં. આ ફિલ્મ પછી લગભગ ૧૪ ફિલ્મોમાં કામ કર્યુ જેમાં હમ આપકે હૈ કોન, ખિલાડી ૪૨૦, વન ૨ કા ૪ શામેલ છે. આ સિવાય અનેક ટીવી સિરીયલ્સમાં પણ નજરે પડ્યા પરંતુ અનેક સમય સુધી સફળતા મળી નહીં.તારક મહેતાથી દિલીપ જાેશીનું નસીબ બદલાઇ ગયુ. વર્ષ ૨૦૦૮માં કામ કરવાની ઓફર મળી. આ શોમાં એમની નટખટ અદાઓ લોકોને ખૂબ ગમી રહી છે.