તમન્ના ભાટિયાની ફિલ્મો પાછલા કેટલાક સમયથી ખાસ ચાલી રહી નથી, પરંતુ ‘સ્ત્રી ૨’માં તેના સ્પેશિયલ એપિયરન્સે દરેકનું ધ્યાન ખેંચ્યું છે. તમન્ના ભાટિયાએ વિજય વર્મા સાથેના રિલેશનશિપને સ્વીકાર્યા બાદ તેમના લગ્ન અંગે અટકળો ચાલી રહી છે. લગ્ન અને પરિવારની વાત આવતાં જ તમન્નાને એક ડર સતાવે છે. આ અંગે વાત કરતાં તમન્નાએ કહ્યું હતું કે, તેને સંતાનને જન્મ આપવામા અને ઉછેરવામાં ખૂબ બીક લાગે છે અને તેનું કારણ માતા-પિતા છે. તમન્નાએ એક પોડકાસ્ટ ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે, સંતાનને ઉછેરવામાં આપણું પોતાનું સ્તર વધારવું જરૂરી છે. આ ઉપરાંત બાળકની કાળજી રાખવાની અને તેના વ્યક્તિત્વને નિખારવાની જવાબદારી હોય છે. મારા પેરેન્ટ્સ મને ખૂબ લાડ લડાવતા હતા અને તેના કારણે હું ખૂબ અવ્યવસ્થિત થઈ ગઈ હતી. તેથી મને સંતાનોને ઉછેરવા બાબતે બીક લાગી રહી છે. તમન્ના અને વિજય વર્માએ રિલેશનશિપ કન્ફર્મ કરીને સરપ્રાઈઝ આપી હતી. તમન્નાને અગાઉના રિલેશનશિપમાં કડવા અનુભવ થયા હતા. આ અંગે વાત કરતાં તમન્નાએ કહ્યું હતું કે, તેને દરેક રિલેશનશિપમાં સમસ્યા માટે તૈયાર રહેવાની સલાહ મળી હતી. રિલેશનશિપ હોય, ત્યાં સમસ્યા રહેશે જ તેવું લોકો કહેતા હતા. ઉલ્લેખનીય છે કે, તમન્ના અને વિજય વર્માએ પોતાના સંબંધોને જાહેર કર્યા બાદ પણ ગોપનીયતા જાળવી રાખી છે. આ અંગે વિજયે કહ્યું હતું કે, રિલેશનશિપને ખાનગી રાખવા હોય તો સાથે ફરવામાં કે મિત્રો સાથે ફોટો પાડવામાં પણ ધ્યાન રાખવું પડે છે. આ પ્રકારના બંધનોથી વ્યક્તિત્વ બંધાઈ જાય છે. સંબંધો છુપાવવામાં નોંધપાત્ર પ્રયાસો કરવા પડે છે. જાે કે તેને ગોપનીય તો રાખવા જ જાેઈએે.