નવી દિલ્હી તા.19
આપણે ત્યાં અત્યારે લોકોનો કોરોના રસી મુકાવવા એટલો ઉત્સાહ છે કે રસી ખૂટી પડી છે અને અછત સર્જાય છે. ત્યારે અમેરીકામાં વેકિસનની એક ડોઝ પર મફતમાં બિયર સહીત અનેક ઓફરો લોકોને કરાઈ છે.અમેરિકામાં અલગ અલગ રાજયોમાં સરકાર અને ખાનગી કંપનીઓ પોતાના કર્મચારીઓને વેકિસન લગાવવા માટે જાત જાતની ઓફર આપી રહી છે. કારણ કે અમેરિકામાં સડકો પર ચહલ પહલથી ફરી રોનક આવી ગઈ છે. રેસ્ટોરન્ટ અને જીમ પણ ખુલી ગયા છે. ઓફર્સની શરૂઆત ત્યારે થઈ જયારે વોશીંગ્ટનના મેયર મુરિલ વાંસરે લોકોને વેકિસન લેવા પર ફ્રીમાં બિયર આપવાનું એલાન કર્યુ હતું. આ ઓફર બાદ વેકિસનેશન માટે લોકોની લાઈન લાગી છે.ઉલ્લેખનીય છે કે મેરીલેન્ડ સરકારે કર્મચારીઓને વેકિસન લગાવવા પર 100 ડોલર આપી રહી છે.