હિંમતનગરની ગઢા ગ્રામ પંચાયતના તલાટી રૂ. ૫૦૦ની લાંચ લેતા ઝડપાયા

ઈડર, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગઢા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ લાભાર્થીને સરકારી યોજનાનો લાભ આપવા માટે રૂપિયા ૫૦૦ ની લાંચ લેતા રંગે હાથ તલાટીને જિલ્લા એસીબીએ ઝડપી લેતા લાંચિયા તલાટી સામે કાર્યવાહી હાથ ધરતા ખળભળાટ મચી ગયો છે. આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હિંમતનગર તાલુકાના ગઢા ગામની ગ્રામ પંચાયતમાં એક જાગૃત ફરિયાદીએ શૌચાલય બનાવેલ હોય અને સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ સરકારની સહાય મેળવવા માટે ફોર્મ ભર્યું હોવાથી જેની સહાયરૂપે સરકાર તરફથી રૂપિયા ૧૨ હજારની સહાય મળતી હોય જે સહાયના રૂપિયા ફરિયાદીના ખાતામાં જમા કરાવવા માટે આ ગામના તલાટી જીતેન્દ્ર ઝવેરભાઈ પટેલે ૨૦૦૦ રૂપિયાની માંગણી કરી હતી જેમાં ફરિયાદીએ અગાઉ ૧૫૦૦ રૂપિયા આપ્યા હતા અને બાકી રહેલી લાંચની રકમ રૂ.૫૦૦ આપવા માંગતા ન હતા જેને લઈને ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી જેને પગલે ફરિયાદ આધારે બુધવારે લાંચના છટકાનું આયોજન કરતા તલાટી કમ મંત્રી જીતેન્દ્ર ઝવેરભાઈ પટેલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા ૫૦૦ લાંચની માગણી કરી સ્વીકારતા રંગે હાથ હિંમતનગર એસીબીએ ઝડપી લીધો હતો અને આ લાંચિયા તલાટી સામે હિંમતનગર એસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે જ્યારે એસીબીની સફળ ટ્રેપને લઈને જીલ્લાના કેટલાક લાંચિયા કર્મચારી અને અધિકારીમાં ફફડાટ ફેલાયો છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution