શિવોત્સવને લઇ ભક્તિના સુર રેલાયા

વડોદરા શહેરમાં પ્રતિવર્ષ યોજાતી શિવજીની સવારી આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને અત્યંત સાદગીથી ઉજવવામાં આવનાર છે. ત્યારે આ કાર્યક્રમના ભાગરૂપે શહેરમાં ગુજરાતી સંગીતના અગર હરોળના ગાયકો દ્વારા ધાર્મિક ભજન, દોહા, ગીતોથી ભક્તોને ડોલાવી દેવામાં આવે છે.આ વર્ષે પણ આવા નામાંકિત ગુજરાતી ગાયકો દ્વારા શિવોત્સવના સપ્તાહ નિમિત્તે વિવિધ ગાયકોની ભજન સંધ્યાના કાર્યક્રમો શહેરના વિવિધ વિસ્તારોમાં આયોજિત કરવામાં આવ્યા છે. પૂર્વ,પશ્ચિમ,ઉત્તર અને દક્ષિણ વિસ્તારમાં આવા કાર્યકરમોમાં રોજેરોજ વિવિધ કલાકારો ઉપસ્થિત રહીને શહેરીજનોને રસ તરબોળ કરી રહયા છે.આજે શનિવારે સાંજે આવાજ એક કાર્યક્રમમાં શ્યામલ-સૌમિલ અને આરતી મુનશીએ પોતાના સુમધુર કંઠથી શિવ ભક્તોને ભાવવિભોર કરી દીધા હતા. આ સમારોહમાં શહેરના શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution