નવી દિલ્હી
કોરોના રસીની અછતને પગલે કેટલાક દેશોએ બે ડોઝ વચ્ચેના ગાળાને લાંબાવવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી ઠેર ઠેર વિવાદ ઉઠો છે. નિષ્ણાતોએ આ નિર્ણયને યોગ્ય ઠેરવતા જણાવ્યું કે નવા સંશોધન અંતર્ગત રસીનો બીજો ડોઝ મોડો લેવાથી શરીરમાં એન્ટીબોડીનું પ્રમાણ અનેક ગણુ વધી જાય છે. ભારતમાં પણ કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેના સમયગાળાને ૧૨ સાહથી વધારીન ૧૬ સાહ કરવામાં આવ્યો છે.
બીજો ડોઝ મોડો લેવાથી વેકિસન વધુ લોકોને આપી શકાય છે એટલું જ નહીં પરંતુ નવા રિસર્ચ મુજબ આ વેકિસનની બચાવ શકિતને પણ વધારે છે. પ્રથમ ડોઝ લીધા બાદ ઈમ્યુન સિસ્ટમનને પ્રતિક્રિયા માટે પણ વધુ સમય પ્રા થઈ શકે છે. જો બીજો ડોઝ થોડા વધુ અંતરે લેવામાં આવે છે તો વાયરસથી લડવા માટે ૨૦થી ૩૦૦ ટકા વધુ એન્ટીબોડી મળે છે.
વેકિસનેશનની અછતને પગલે થઈ જે દેશોમાં વિલબં થઈ રહ્યો છે તેમના માટે આ રાહતના સમાચાર છે. વેકિસન રિસર્ચ ગ્રુપ માયો કિલનિકના વાયરોલોજિસ્ટ અને ડાયરેકટર ગ્રેગોરી પોલેન્ડે જણાવ્યું કે, જો હત્પં આમ કરી શકતો હોત તો અત્યારે જ બટન દબાવીને તમામને એક ડોઝ આપત અને બાદમાં બીજો ડોઝ લગાવત. ૨૦૨૦ના અંતમાં યારે રસીકરણનો પ્રારભં થયો ત્યારે વધુ સમયગાળા પછી રસી લેવાને લઈને વિશ્વાસપાત્ર પુરાવા ન હતા. સૌપ્રથમ બ્રિટને બે ડોઝ વચ્ચેનો ગાળો લંબાવ્યો, જેની શઆતમાં ટિકા કરવામાં આવી પરંતુ તે કારગર પુરવાર થયું. રિસર્ચમાં ખ્યાલ આવ્યો કે પ્રથમ ડોઝ શરીરમાં એન્ટીબોડી બનવાની પ્રક્રિયાની શઆત કરે છે. ત્યારબાદ જેટલા લાંબા સમયે બીજો ડોઝ લેવામાં આવે તેટલી વધારે ઈન્યુન સિસ્ટમ પરિપકવ થાય છે.