સરકારી જમીનો ખુલ્લી કરવા માટે કડક કાર્યવાહી કરો: જિલ્લા કલેક્ટરનો આદેશ

અમદાવાદઃ-

અમદાવાદ જિલ્લા કલેક્ટર સાગલેએ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહયા હતા સાથે સાથે અધિકારીઓને સરકારી જમીનો ખુલ્લી કરવા માટે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. કોવીડ મહામારી બાદ લાંબા સમય પછી અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી જિલ્લા સંકલનની બેઠકમાં વેજલપુરના ધારાસભ્ય કિશોરભાઈ ચૌહાણએ જમીન ને લઈને કેટલાક પ્રશ્નનો કર્યા હતા જે સંદર્ભે અમલીકરણ કરવા માટે અધિકારીઓને તાકીદ કરી હતી. કલેકટરે અધિકારીઓને કડક સૂચના આપી છે કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરવાની હિંમત ન કરે તે પ્રકારે કાર્યવાહી કરો અને દાખલા બેસાડો

જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં સાબરમતી નદીના પ્રદૂષણ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી.જેમાં GPCBના સ્ટાફની પંદર દિવસમાં બેઠક યોજવા માટે સૂચના આપી છે અને કામ જલ્દી થયા તે માટે સૂચના કરી છે કલેક્ટર દ્વારા નદીના પ્રદૂષણ સંદર્ભે અમદાવાદ મહાનગરપાલિકા સાથે જરૂરી સંકલન કરી પ્રશ્નનો ઉકેલ લાવા માટે પણ તાકીદ કરી હતી. જિલ્લા સંકલનની બેઠક પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટેનું મહત્વનું માધ્યમ હોય છે . જેથી આગામી મહીનાથી તાલુકા કક્ષાએ પણ સંકલન બેઠક યોજવા માટેની તમામ પ્રાંત અધિકારીઓને કલેકટરે સૂચના આપી છે .

જિલ્લા સંકલનની બેઠકમાં સરકારી જમીન પર દબાણ, અંતરિયાળ વિસ્તારોમાં એસ.ટી.ની સુવિધા, જળ-જમીન પ્રદૂષણ અને કોરોનાની સભંવિત ત્રીજી લહેર માટેની જિલ્લા વહીવટીતંત્રની પૂર્વતૈયારી જેવા કામો પર આજે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સંકલનની બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પારુંબેન પઢાર,રાજ્યસભા સાંસદ અમીબહેન યાજ્ઞિક, ધારાસભ્ય બલરામ થાવાણી, કિશોરભાઈ ચૌહાણ,ઇમરાન ખેડાવાલા, કનુભાઈ પટેલ, લાખાભાઈ ભરવાડ હાજર રાજ્યા હતા અને જે પણ સમસ્યાઓ છે તે કલકેટર સમક્ષ મૂકી હતી આ ઉપરાંત જિલ્લા સંકલનની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા, જિલ્લા પોલીસ વડા વિરેન્દ્ર યાદવ,નિવાસી અધિક કલેક્ટર પરિમલ પંડ્યા સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમ જ જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ હજાર રહયા હતા

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution